બે ભત્રીજાએ કાકાને દારૂ પીવડાવી મોતને ઘાટ ઉતાર્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-30 13:27:55
  • Views : 679
  • Modified Date : 2019-08-30 13:27:55

મેઘરજ તાલુકાના બેલ્યા ગામના બે શખ્સોએ મહીસાગર જીલ્લાના રૂજડા ગામે રહેતા કાકાને ઉઘરાણીના બહાને લાવી દારૂ પીવડાવી ગળું દબાવી મોતને ઘાટ ઉતાર્યા હતા. ત્યાર બાદ લાશને ઠેકાણે પાડવા બાઈક પર લઈ માલપુર, મોડાસા અને અન્ય માર્ગો પરથી પસાર થઈ ભિલોડાના જનાલીટાંડા અને કાળી ડુંગર નજીક લાશને અકસ્માતમાં ખપાવવા ફેંકી દીધી હતી. બિનવારસી મળેલી લાશના ગુનાનો ભેદ ભિલોડા પોલીસે 13 દિવસમાં પીએમ રિપોર્ટના આધારે હત્યા કરનાર બે શખ્સો સામે ગુનો નોંધ્યો હતો.

લાશને અકસ્માતમાં ખપાવવા ડુંગર નજીક ફેંકી દીધી
15 ઓગસ્ટના રોજ ખાનપુરના રૂજડા ગામે રહેતા જયંતિભાઇ વણઝારાને પૈસાની ઉઘરાણી કરવા જવાનું હોવાનું મેઘરજના બેલ્યો ગામે રહેતા કૌટુંબિક બે ભત્રીજાઓ હરજી ઠાકુર વણઝારા અને ધર્મા શ્રવણ વણઝારા નામના શખ્સો ઘરેથી બાઈક પર લઈ જઈ જંગલ વિસ્તારમાં પહોંચી ગયા હતા. ત્યાં જયંતિ વણઝારાને દારૂ પીવડાવી અગમ્ય કારણોસર ગળું, દબાવી મોતને ઘાટ ઉતારી દઈ રાત્રે બાઈક પર ગોઠવી દઈ માલપુર, મોડાસા વાયા જીવણપૂર થઈ ફરીથી અંદરના રસ્તે જનાલીટાંડા અને કાળી ડુંગરી નજીક લાશને અકસ્માતમાં ખપાવવા ફેંકી દઈ પોતાને ઘેર પહોંચી ગયા હતા.

પોલીસે 302,201,114 મુજબ ગુનો નોંધી હત્યારાની શોધખોળ શરૂ કરી
ભિલોડા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી. પીએમ રિપોર્ટમાં હત્યા થઈ હોવાનું બહાર આવતા ભિલોડા પોલીસે ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. પોલીસે બાબુભાઇ સરતાનભાઈ વણઝારાની (રહે, રૂજડા, મહિસાગર)ફરિયાદના આધારે હરજી ઠાકુર વણઝારા અને ધર્મા શ્રવણ વણઝારા સામે ઇપીકો કલમ-302,201,114 મુજબ ગુનો નોંધી બંને હત્યારાની શોધખોળ શરૂ કરી છે.

Download Our B K News Today App



Related News