પાટણના અઘાર ગામે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીઓ ઝડપાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-14 12:13:16
  • Views : 441
  • Modified Date : 2019-11-14 12:13:16

 પાટણના અઘાર ગામેથી
પોલીસે તપાસમાં મોટા પ્રમાણમાં દેશી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી હતી. મોટા પ્રમાણમાં વોસ તથા દારૂ બનાવવાના સાધનો અને દેસીદારૂ મળીને રૂ,૨૬ હજારનો મુદ્દામાલ કબ્જે લીધો હતો જ્યારે મુખ્ય આરોપી ફરાર થઇ ગયો હતો. પાટણ પોલીસવડા અક્ષયરાજની પાટણ જિલ્લામાંથી દારૂની બદીને નેસ્તનાબુદ કરવા સૂચના આધારે એલ.સી.બી. પાટણ પો.ઇન્સ. કે.એમ.પ્રિયદર્શી તથા એલ.સી.બી. પો.સ્ટાફના માણસો કામગીરીમાં હતા. ત્યારે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ઠાકોર અભેસંગ પ્રભાતસંગ રહે.અઘાર કુંપાણી પાર્ટી તા.સરસ્વતી વાળો અઘારથી સુજનીપુર જવાના રોડ ઉપર આવેલ પોતાના કબજા ભોગવટાના ખેતરમાં ગે.કા. દેશી દારૂ ગાળવાનો વોસ રાખી દેશી દારૂ ગાળી દારૂનું વેચાણ કરે છે. જે હકીકત પંચોને સાથે રાખી સદરી જગ્યાએ રેઇડ કરતાં ઠાકોર અભેસંગ પ્રભાતસંગ રહે.અઘાર કુંપાણી પાર્ટી તા.સરસ્વતી વાળાએ અઘારથી સુજનીપુર જવાના રોડ ઉપર આવેલ પોતાના કબજા ભોગવટાના ખેતરમાં ગે.કા. દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચાલુ રાખી દેશી દારૂ લી.૮૦ કિં.રૂ.૧૬૦૦ તથા દેશી દારૂ ગાળવાનો ગરમ વોસ લી.૮૦ કિં.રૂ.-૧૬૦ તથા ઠંડો વેસો ૧૨,૧૦૦ લીટર કિં.રૂ.૨૪,૨૦૦ તથા દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીના સાધનો લોખંડના બેરલ(પીપ) નંગ-ર કિં.રૂ.૨૦૦ તથા એલ્યુમિનિયમના દેગડા નંગ-ર કિં.રૂ.૨૦૦ તથા પ્લાસ્ટિકની નળી મળી કુલ મુદ્દામાલ કિં.રૂ.-૨૬૩૬૦ કબ્જે લીધો હતો. પરંતુ ખેતરમાલિક મળી ન આવતા તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરીને ઠાકોર અભેસંગ પ્રભાતસંગને ઝડપી પાડવા માટે પોલિસે ચક્રો ગતિમાન કર્યા છે. 

Download Our B K News Today App



Related News