બહુમતી ધરાવતા રબારી-ભરવાડ સમાજની લોકસભામાં અવગણના

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-12 09:48:16
  • Views : 553
  • Modified Date : 2019-04-12 09:48:16

અમારા પ્રશ્નોનું નિરાકરણ નહિ તો વોટ નહીં,  અમારા હક્કની લડાઈ લાકડીયો તાર બન્યો ડીજીટલ તાર ઃ જીવરાજ આલ(પ્રતિનિધિ) થરાલોકસભાની ચૂંટણીઓના બ્યુગલ ફુંકાઈ ચૂક્યા છે.  જાર-જારથી પ્રચાર  પ્રક્રિયાઓ પણ ચાલુ થઈ ગઈ છે. એક બીજા પક્ષો જીતવા માટે દાવા કરી રહી છે. જ્યારે ભાજપ - કોંગ્રેસ દ્વારા જીતની ભુમિકામાં મહત્વરૂપ માલધારી સમાજની અવગણના સામે આવી રહી છે. માલધારી સમાજ ગુજરાતમાં ૯ ટકા વસ્તી  ધરાવે છે. સમુદાયની અવગણના સાંખી ન શકાય તે સ્વાભાવિક છે. લોકસભામાં માલધારી સમાજને એક પણ ટિકીટ આપવામાં  આવી નથી આથી વિહોતર ગ્રુપના ગુજરાતના અધ્યક્ષ જીવરાજ આલે સોશિયલ મીડિયા દ્વારા ઝુંબેશની શરૂઆત કરી છે. તેમજ જીવરાજ આલ સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું કે ગુજરાતમાં જ્ઞાતિવાદ  કટ્ટરતા ફેલાવતા રસ્તા ઉપરના આંદોલન જેનાથી રાષ્ટ્ર અને સમાજને નુકસાન જાય છે.  સભાઓ બોલાવવામાં આવે તો લાખો યુવાનોના સમય અને પૈસાનો ખર્ચ થાય પ્રદુષણ ફેલાય.  તેમજ ગુજરાતનું તંત્ર અને પ્રજા હેરાન થાય. આર્થિક રીતે નુકસાન થાય તે બધુ  દેખાતાં જીવરાજ આલે આ સંઘ આ ઝુંબેશ સોશિયલ મીડિયા દ્વારા કરવામાં આવ્યું. જેમાં ત્રણ લાખથી વધુ યુવાનો જાડાઈ ચુક્યા છે. જીવરાજ આલના આ ઝુંબેશ  છેવાડાના માલધારી સમાજ સુધી પહાંચી છે. તેમજ ટુંક સમયમાં ગુજરાતભરના યુવાનો સાથે મીટિંગ રાખી આગામી યોજના ઘડવામાં આવે છે. તેમજ ટિકીટ નહિ તો વોટ નહિં આવા પ્રશ્નોનું નિરાકરણ  આગામી સમયમાં ભયંકર પરિણામ લાવશે. ગુજરાતભરમાં રબારી- ભરવાડ સમાજને ટિકીટ નથી આપી તેમજ અનેક પ્રશ્નોનું નિરાકરણ માટે મે જીવરાજ આલે ઝુંબેશ હાથ ધર્યુ છે. જેમાં રબારી - ભરવાડ સમાજ મતદાન કરશે નહિ તેમજ નોટામાં મત આપશે. આ ડીજીટલ ઝુંબેશથી રબારી સમાજને ન્યાય મળશે. તેમજ ગુજરાતભરના ૧૦ લાખથી વધુ યુવાનો ઝુંબેશ ચલાવી વિવિધ રીતે આવેદનપત્ર આપશે. રબારી-ભરવાડ સમાજ એક લાકડીયો તાર છે અને તાર અમે આ લોકસભાની ચૂંટણીમાં નોટામાં મત આપી સાબિત કરીશું.

- જીવરાજભાઈ આલ (અધ્યક્ષ - વિહોતર ગ્રુપ ઓફ ગુજરાત) રબારી - ભરવાડ સમાજના દસ લાખ યુવાનો ડીજીટલ આંદોલનથી જાડાઈ સમાજની માંગણીઓ રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, કમિશ્નરો અને કલેક્ટરોને પાસે આવેદનપત્ર આપી માંગણીઓની રજૂઆત કરશે.

Download Our B K News Today App



Related News