ભરુચના આ Viral Video જોયા પછી તમે જ નક્કી કરો કે શાળાએ જતું તમારૂ બાળક કેટલું સલામત?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-08-04 15:59:51
  • Views : 133
  • Modified Date : 2023-08-04 15:59:51

ભરૂચમાં શાળાએ જતા બાળકોના વાલીઓને જીવ પડીકે બંધાય તેવા વધુ વિડીયો વાયરલ થયા છે. આ વિડીયો કયા સમયના છે તે અંગે સ્પષ્ટ હકીકત સામે આવી નથી પરંતુ બાળકોના જીવ જોખમમાં મુકાયા છે તે અંગે આ દ્રશ્યો ચોક્કસ સાક્ષી પુરાવી રહ્યા છે.તાજેતરમાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં મારુતિ વાનના  ચાલકે સ્કૂલના બાળકોને લઈ જતી વખતે સ્કૂલ વાનના દરવાજા ખુલ્લા રાખી રોંગ  સાઈટ ઉપર વાન લાપરવાહીથી હંકારી હોવાનો મામલો સામે આવતા અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વાન ચાલકની ધરપકડ કરી હતી. આ ઘટના બાદ પણ સબક ન લઈ વાહનના દરવાજા ખુલ્લા રાખી વાહન હંકારવાના વિડીયો સામે આવી રહ્યા છે.અંકલેશ્વર બાદ હવે ભરૂચના દહેજ બાયપાસ રોડના વિડીયો સામે આવ્યા છે. આ  રોડ દહેજ, વિલાયત , સાયખા અને આસપાસના વિસ્તારોની ઔદ્યોગિક વસાહતોને જોડતો માર્ગ ભારે વાહનોથી ધમધમતો રહે છે. અહીં વાહનના દરવાજા ખુલ્લા રાખી વાહન ચલાવવું કે બાળકોનું વાહનની બહાર લટકવું ચિંતાજનક સ્થિતિને આમંત્રણ આપી શકે છે. સિવિલ રોડ ઉપર રિક્ષાએ  બહાર લટકતી વિદ્યાર્થીનીશાળાના બાળકોનો જીવ જોખમમાં મુકવામાં સ્કૂલ વાનના ચાલકો સાથે ઓટોરિક્ષા ચાલકો પણ પાછળ નથી. ભરૂચની સિવિલ હોસ્પિટલ નજીકના વિસ્તારનો વાયરલ થયેલો વિડીયો વાલીઓને બાળકોની સલામતીમાટે પ્રાર્થના કરવા મજબુર કરે તેવો છે. આ વીડિયોમાં એક બાળકી સ્કૂલ યુનિફોર્મમાં નજરે પડે છે જેનું અડધું શરીર ઓટોરિક્ષા બહાર છે. આસપાસના વાહનની ટક્કર પણ આ બાળકી માટે જીવલેણ સાબિત થઈ શકે છે.

Download Our B K News Today App



Related News