ભરૂચ: નેત્રંગમાં આવેલા ધોધનું સૌદર્ય સોળે કળાએ ખીલ્યુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-07-15 16:45:25
  • Views : 71
  • Modified Date : 2024-07-15 16:45:25

ભરૂચના નેત્રંગમાં એકસામટા ખાબકેલા પાંચ ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે નેત્રંગના જાણીતા ધાણીખૂંટ ધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યુ.આ ધોધના ધસમસતા પાણીનો નયનરમ્ય નજારો સામે આવ્યો છે. ભારે વરસાદ થતા ધાણીખૂટ ધોધનો આ રમ્ય અને રૌદ્ર નજારો સામે આવ્યો છે. ભાગ્યે જ જોવા મળે તેવા પ્રકૃતિનું આ રૌદ્ર સ્વરૂપ અત્યંત સુંદર ભાસી રહ્યુ છે. પ્રક-તિ જેટલી રૌદ્ર હોય છે એટલી જ રમ્ય પણ લાગતી હોય છે. આવો જ નજારો હાલ ધોધનો પણ જોવા મળી રહી છે.ગુજરાતમાં વરસાદની ત્રણ ત્રણ સિસ્ટમ સક્રિય થતા ભરૂચમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. નેત્રંગમાં પણ ભારે વરસાદને પગલે અમરાવતી ખાડી અને કાવેરી નદી બે કાંઠે વહેતી થઈ છે અને ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. ગામના માર્ગો પણ ઘૂંટણસમા પાણીમાં ગરકાવ થયા છે. નેત્રંગમાં ભારે વરસાદ બાદ સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ છે.

Download Our B K News Today App



Related News