ભરૂચ : અંકલેશ્વરમાં નાના બાળકો જીવ જોખમમાં મૂકી નહેરમાં ન્હાતા જોવા મળ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-06-02 18:00:28
  • Views : 76
  • Modified Date : 2024-06-02 18:00:28

ભરૂચ : અંકલેશ્વરમાં નાના બાળકો જીવ જોખમમાં મૂકી નહેરમાં ન્હાતા જોવા મળ્યા હતા. એક જાગૃત નાગરિકે આ બાબતનો વિડીયો ઉતારી વાયરલ કર્યો છે. નાના બાળકો નહેરના પાણીમાં ધીંગામસ્તી કરતા આ વીડિયોમાં નજરે પડે છે.અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારની આ નહેરનો વીડિયો વાયરલ થયો છે. વોકહાર્ટ કંપની નજીકથી પસાર થતો નહેરમાં બાળકો પાણીમાં ન્હાતા જોવા મળ્યા હતા. વીડિયોમાં એક મહિલા પણ જોવા મળી છે જે બાળકોની પરવાહ વગર પોતાના કામમાં મશગુલ દેખાય છે.ખુબ નાની વયના નજરે પડતા બાળકો જીવ જોખમમાં મૂકી આ નહેરમાં ન્હાતા જોવા મળી રહ્યા હતા.

Download Our B K News Today App



Related News