ભરૂચ ખાતેથી ચોરીનો ભેદ ઉકેલતી એલ.સી.બી. પાલનપુરચોરીમાં ગયેલ ઇનોવા ગાડીને આરોપી સાથે ઝડપી પાડી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-05 13:03:39
  • Views : 575
  • Modified Date : 2019-07-05 13:03:39

પ્રદિ૫ સેજુલ, પોલીસ અધિક્ષક બનાસકાંઠા પાલનપુર નાઓની સૂચના મુજબ જિલ્લામાં બનતા વાહન ચોરીના બનાવો શોધવા તથા અટકાવવા માટે માર્ગદર્શન અને સૂચનાઓ  આપતાં તે સૂચના મુજબ ઼પી.એલ.વાઘેલા, પો.સ.ઇ., એલ.સી.બી. તથા એ.એ.ચૌધરી પો.સ.ઇ. એલ.સી.બી.નાઓના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.  એ.એ.ચૌધરી તથા એલ.સી.બી.સ્ટાફના અ.હેડ. કો.મહેશભાઇ, પો.કોન્સ. ભરતભાઇ તથા પો.કોન્સ. ધેંગાજી વિ.માણસો વાવ પો.સ્ટે. વિસ્તારમાં વાંઢીયાવાસના પાટીયા પાસે ઉભેલ હતા. તે દરમ્યાન બાતમીવાળી ઇનોવા કાર નંબર પ્લેટ વગરની આવતાં ઉભી રખાવતા ઇનોવા ગાડીમાંથી એક ઇસમ ભાગી ગયેલ અને ગાડી ચાલક પકડાઇ જતાં તેની પંચો રૂબરૂ પુછપરછ કરતાં પોતાનું નામ અશોક બાબુલાલ વિશ્નોઇ (ગોદારા) રહે.સુરાચન તા.ચીતલવાણા  જિ.જાલોર રાજસ્થાન તથા નાસી જનાર ઇસમ જગદીશ ઉર્ફે જેડી ઉર્ફે દિનેશ નારણાજી પવાર (વિશ્નોઇ) રહે.નગર પવારોની ઢાણી તા.ગુડામાલાણી  જિ.બાડમેરવાળો હોવાનું જણાવેલ અને ગાડી બાબતે સઘન પુછપરછ કરતાં કોઇ સંતોષકારક જવાબ આપી શકેલ નહીં. કે ગાડીના આધાર પુરાવા રજૂ કરેલનહીં જેથી ઇનોવા કાર નં. એસ.એચ. ૦૧ બી યુ ૨૫૯૬ કિં.રૂ.૬,૦૦,૦૦૦/- મુદૃમાલ સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબજે લઇ આરોપીને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ વાંઢીયાવાસ મુકામે અટક કરેલ



Download Our B K News Today App



Related News