ભરૂચ : અંકલેશ્વરમાં બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીનીઓ પાસે હિજાબ કઢાવવામાં આવતા વિવાદ સર્જાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-14 13:55:45
  • Views : 81
  • Modified Date : 2024-03-14 13:55:45

ભરૂચ : અંકલેશ્વરમાં બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીનીઓ પાસે હિજાબ કઢાવવામાં આવતા વિવાદ સર્જાયો છે. અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી લાયન્સ હતો.આજે વાલીઓનું ટોળું વિદ્યાર્થીનીઓ સાથે ગેરવર્તનના આક્ષેપ સાથે શાળામાં પહોંચ્યું હતું.શાળાએ બોર્ડના સુપરવાઈઝરની સૂચનાથી પગલું લેવાયું હોવાનું જણાવી ઉપલી કક્ષાએ રજુઆત કરવા જણાવ્યું હતું. વાલીઓ જણાવી રહ્યા છે આ પગલાંથી બાળકીઓ બરાબર પરીક્ષા આપી શકી નથી.મામલે ભારે ઉહાપોહ મચ્યો હતો.વાલી નાવેદ મલેકે જણાવ્યું હતું કે બાળકીઓ જાણે ગુનેગાર હોય તેવું વર્તન કરાયું હતું આ સામે શિક્ષણ વિભાગ અને પોલીસને જાણ કરવામાં આવશે અને તપાસ માંગવામાં આવશે.શાળા તરફે સંચાલક દિપક રૂપારેલ જણાવ્યું હતું કે શાળાનો આ નિર્ણય નથી. બોર્ડના અધિકારીઓની સૂચનાનું પાલન કરાયું છે. શાળામાં રજુઆત કરવાનો અર્થ રહેતો નથી.

Download Our B K News Today App



Related News