ભરૂચ ક્રાઇમબ્રાન્ચે જાહેરમાં જુગાર રમતાં 3 જુગારીયાઓને ઝડપી પાડ્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-27 08:20:49
  • Views : 89
  • Modified Date : 2023-12-27 08:20:49

નેશનલ હાઇવે નંબર 48 પર ભરૂચથીસુરત જતા ટ્રેક ઉપર આવેલ હોટલ સિલ્વર ગેટની પાછળના ભાગે જુગાર રમતા ત્રણ જુગારીયાઓને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે મુદ્દામાલ સાથે ઝડપી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ દાખલ કર્યો છે.પોલીસ મહાનિરીક્ષક વડોદરા સંદિપ સિંહ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા જીલ્લામાં પ્રોહીબિશન અને જુગારની અસામાજીક પ્રવૃતિઓ સદંતર બંધ રહે અને જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે ઉદ્દેશથી આ બદી ફેલાવતી પ્રવૃતિ ઉપર સતત વોચ રાખી અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા  સુચના આપી હતી.એલ.સી.બી. ભરૂચના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર  એમ.એમ.રાઠોડના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. આ દરમિયાન પો.સ.ઇ. આર.કે.ટોરાણી એલ.સી.બી. ભરૂચનાઓ ટીમ સાથે અંક્લેશ્વર જી.આઇ.ડી.સી. પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે ને.હા. નંબર 48 ઉપર ભરૂચ થી સુરત જતા ટ્રેક ઉપર આવેલ હોટલ સિલ્વર ગેટની પાછળ જુગાર ચાલી રહ્યો છે.જે અંગે રેડ કરી ત્રણ આરોપીઓને ઝડપી પાડી જુગાર ધારાની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી અંક્લેશ્વર જી.આઇ.ડી.સી. પો.સ્ટે ખાતે ગુનો રજીસ્ટર કરાવવામાં આવેલ છે.સુભાષભાઇ પ્રેમશંકર ગૌતમ ઉ.વ. ૩૨ હાલ રહે, સિલ્વર ગેટ હોટલ કંપાઉન્ડમાં રાજપીપળા ચોકડીની નજીક તા-અંક્લેશ્વર જી-ભરૂચ મુળ રહે, મહાદેવા થાણા મુસાફીરખાન જી-અમરેડી (ઉત્તર પ્રદેશ).મહેતાબ અહમદ ઇનાયતઉલ્લા ઉ.વ. ૪૨ હાલ રહે, સિલ્વર ગેટ હોટલ કંપાઉન્ડમાં રાજપીપળા ચોકડીની નજીક તા-અંક્લેશ્વર જી-ભરૂચ મુળ રહે, ચીતયપુર થાણા મુસાફીરખાન જી-અમરેડી (ઉત્તર પ્રદેશ).મીરાઝ અહેમદ કમાલ અહેમદ કુરૈશી ઉ.વ. ૪૮ રહે, સિલ્વર ગેટ હોટલ કંપાઉન્ડમાં રાજપીપળા ચોકડીની નજીક તા-અંક્લેશ્વર જી-ભરૂચ મુળ રહે, નવાદા ઇારપુર તા-લંબુહા જી- સુલતાનપુર (ઉત્તર પ્રદેશ).પો.સ.ઇ. આર.કે.ટોરાણી તથા અ.હે.કો. સંજયભાઇ, અ.હે.કો. જયરાજભાઇ તથા અ.પો.કો. મનહરસિંહ, અ.પો.કો. દિપકભાઇ, અ.પો.કો. નિમેષભાઇ એલ.સી.બી. ભરૂચનાઓ દ્વારા ગુનાને ઝડપી પાડવા માટે ટીમવર્કથી કાર્યવાહી કરવામાં આવેલ છે.

Download Our B K News Today App



Related News