ભરૂચ : પાલેજમાં સ્ક્રેપ ગોડાઉનમાં આગ લાગી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-14 11:37:18
  • Views : 68
  • Modified Date : 2024-03-14 11:37:18

ભરૂચ : પાલેજ જીઆઈડીસીમાં સ્ક્રેપ ગોડાઉનમાં આગ લગતા દોડધામ મચી હતી. પ્લાસ્ટિક વેસ્ટના કારણે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેવાતા 4 ફાયર ટેન્ડર મદદે બોલાવવાની ફરજ પડી હતી.ભરૂચ નગર પાલિકા ઉપરાંત આસપાસના ઔદ્યોગિક એકમોના ફાયર ટેન્ડરની મદદથી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. આગમાં ગોડાઉનમાં રાખવામાં આવેલ મોટાભાગનો સમાન બળીને ખાક થઇ ગયો હતો. સદનસીબે ઘટનામાં કોઇ જાનહાની નોંધવા પામી નથી. બનાવ સંદર્ભે પોલીસે આગ લાગવાના કારણની શોધખોળ શરૂ કરી છે.

Download Our B K News Today App



Related News