ભરૂચનું 71 વર્ષ જૂનું અંબા માતાનું મંદિર, મળી છે શક્તિપીઠની માન્યતા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-07 12:55:55
  • Views : 351
  • Modified Date : 2019-10-07 12:55:55

હાલમાં આદ્યશક્તિની ઉપાસનાનું પર્વ ચાલી રહ્યું છે. જેમાં આઠમનું આગવું મહત્વ રહેલું છે. નવરાત્રિ માત્ર ઉલ્લાસનું નહીં પણ ભક્તિ સાથે શક્તિની ઉપાસનાનું પર્વ છે. દેશ અને દુનિયામાં આદ્યશક્તિનાં 51 શક્તિપીઠ આવેલા છે. ગુજરાતમાં નર્મદા નદીનાં કાંઠે સૌથી વધુ વિવિધ દેવી દેવતાનાં મંદિરો આવેલાં છે. જે પૈકી ભરૂચ શહેરમાં પણ વિવિધ પૌરાણિક મંદિરો આવેલાં છે. જૂના ભરૂચનાં દાંડિયાબજાર તરીકે ઓળખાતા આ વિસ્તારમાં માં અંબાનું સ્થાનક આવેલું છે.અંબાજી, પાવાગઢ, બહુચરાજી બાદ હવે ભરૂચનુંઆ અંબાજી માતાજીનું મંદિર શકિતપીઠ તરીકે ઓળખાય રહ્યું છે. મંદિરનાં ટ્રષ્ટિઓ દ્વારા જણાવાતી આ મંદિરની સ્થાપના વિશે પુરાણોમાં ડોકિયું કરીએ તો વર્ષ 1944માં તેની સ્થાપના કરવામાં આવી હતી. મંદિરમાં સૌ પ્રથમ ચંદન અને સુખડમાંથી બનેલી માતાજીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. સમયના ચક્રની સાથે ચંદન અને સુખડમાંથી બનેલી માતાજીની પ્રતિમા ખંડિત થતાં વર્ષ 1953માં મંદિરનો જીર્ણોદ્દાર કરી આરસની પ્રતિમાનું પુનઃસ્થાપન કરવામાં આવ્યું હતું. 71 વર્ષ જૂના આ મંદિરમાં દૈનિક 1,000 કરતાં વધારે શ્રદ્ધાળુઓ માતાજીના ચરણોમાં શિશ નમાવી તેમના આશિષ મેળવવાનો પ્રયાસ કરે છે.

Download Our B K News Today App



Related News