ટેકનિકલ ખામીથી અટકેલું ચંદ્રયાન-2 આજે બપોરે શ્રીહરિકોટાથી 13 દિવસની પૃથ્વીભ્રમણની યાત્રાએ નીકળશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-22 13:47:16
  • Views : 536
  • Modified Date : 2019-07-22 13:47:16

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ચંદ્રયાન-2 ના લોન્ચ વ્હીકલનું રિહર્સલ પૂર્ણ કરવામાં આવ્યું છે. ઇસરોએ કહ્યું કે ચંદ્રયાન -2ની તમામ પ્રકારની તકનીકી તકલીફો દૂર કરવામાં આવી છે. ભારતનું બીજું મૂન મિશન આજે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ થશે.ઇસરોના ચીફ ડો. સિવને જણાવ્યું કે ચંદ્રયાન-2 લોન્ચની તમામ તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી છે. પ્રથમ પ્રયાસમાં જે તકનીકી ખામી જોવા મળી હતી તેને દૂર કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, રવિવાર સાંજથી ચંદ્રયાન-2ની ઉલટી ગણતરી શરૂ થઇ ગઇ છે. ચંદ્રયાન-2 આવનાર દિવસોમાં 15 મહત્વપૂર્ણ મિશન પર કામ કરશે. 

Download Our B K News Today App



Related News