વજેગઢના ભરથરી પરિવાર આવાસ યોજનાથી વંચિત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-08 13:53:41
  • Views : 300
  • Modified Date : 2021-08-08 13:53:41

     થરાદ તાલુકાના વજેગઢ ગામમાં  વિચરતી વિમુક્ત  ભરથરી જાતિના  ૩૦ પરિવાર છેલ્લા ૪૦ વર્ષથી રહે છે અને તેઓ ઠેર ઠેર જગ્યાએ ભટકીને પોતાનું ગુજરાન ચલાવે છે. પરંતુ આજદિન સુધી તેમને રહેવા માટે મકાન કે શૌચાલયની સુવિધા તંત્ર દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી નથી. જેથી તેઓ  થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આંબાભાઈ સોલંકીના કાર્યાલયે ઘસી આવ્યા હતા અને રજૂઆત કરી હતી. જે રજૂઆતને લઈને આંબાભાઈ સોલંકીએ  વજેગઢ ગામમાં જે જગ્યાએ તેઓ તંબુ તાણીને રહે છે તે જગ્યાની મુલાકાત કરી હતી. જેમાં સ્થળ ઉપર જાણવા મળ્યું હતું કે તેઓ કાપડના તંબુ તાણીને રહે છે અને તેઓ બધા શૌચ પણ જાહેરમાં કરવા મજબૂર બને છે. તેમજ તેઓએ જણાવ્યું હતું કે અમે ચાલીશ વર્ષથી રહીએ છીએ પંરતુ  અમારા માટે  સરકારે  મકાન કે શૌચાલય  બનાવી આપ્યા નથી. આ બાબતે પંચાયતના સરપંચે જણાવ્યું હતું કે અમે આ લોકોની યાદી બનાવીને સરકારમાં મોકલી છે. સરકાર દ્વારા જે વ્યવસ્થા કરી આપશે તે પ્રમાણે તેમને વ્યવસ્થા કરી દેવામાં આવશે. તેમના રેશનકાર્ડ પણ એપીએલ છે અને આ લોકોની માગણી હતી કે અમને સરકાર પ્લોટ  ફાળવી તેમાં મકાન બનાવી આપે એવી અમે સરકાર પાસે માંગણી કરી છે.

 

થરાદ નાયબ કલેકટર શું કહે છે

થરાદ નાયબ કલેકટર વી.સી.બોડાણાએ જણાવ્યું હતું કે, આ વિચરતી વિમુક્ત જાતિ માટે અમે થરાદ તાલુકાના વડગામડા ખાતે પાંચ એકર જમીન ફાળવી છે. જેમાં સરકાર દ્વારા તેમની બધાની કોલોની બનાવવામાં આવશે. પરંતુ આ લોકો  જેમની  મૂળ જગ્યા છોડવા માટે નથી અને જે જગ્યાએ બેઠા તે જગ્યા ગૌચરની છે અને સરકારના પરિપત્ર પ્રમાણે ગૌચરની જગ્યા આપી શકાતી નથી.

 

જે લોકોના રેશનકાર્ડ એપીએલ છે એમને અન્નપૂર્ણા યોજના હેઠળ કરી આપવામાં આવશે

થરાદ મામલતદાર દીલીપભાઈ દરજીએ  જણાવ્યું હતું કે, વિચરતી વિમુક્ત જાતિના ભરથરી પરિવારોમાં જે લોકોના એપીએલ  રેશનકાર્ડ છે તેમને અમે સરકારની અન્નપૂર્ણા યોજના હેઠળ રેશનકાર્ડ કરી આપશું અને તેમને અનાજનો જથ્થો મળવા પાત્ર બનશે.

 

કોંગ્રેસ સમિતિના પ્રમુખ શું કહે છે

થરાદ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આંબાભાઈ સોલંકી જણાવ્યું હતું સરકાર મોડલ ગુજરાનું કહે છે પરંતુ કે આ લોકો બિચારા માંગી માંગીને તેમનું ગુજરાન ચલાવે છે અને અત્યારે જ્યારે સરકાર તેમનું ગુજરાત મોડેલ દર્શાવે છે અને આ લોકોને રહેવા માટે મકાન કે શૌચાલય પણ નથી. ત્યારે તંત્ર દ્વારા આ પરિવારોને તાત્કાલિક ધોરણે કંઈક વિચારી સુવિધા ઉપલબ્ધ કરવી જાેઈએ.

 

વિચરતી વિમુક્ત જાતિના ફાઉન્ડર શું કહે છે

વિચરતી વિમુક્ત જાતિના ફાઉન્ડર મિત્તલબેન પટેલે જણાવ્યું હતું કે, અમે આ લોકો માટે રહેવા માટે પ્લોટ અને મકાનની સરકાર પાસે દરખાસ્ત કરી છે અને સરકાર પણ આમાં પોઝિટિવ વલણ અપનાવ્યું છે. તેમને થરાદ તાલુકાના વડગામડા ખાતે જગ્યાની ફાળવણીનું નક્કી કરેલું છે. પરંતુ આ લોકો તેમની જે જગ્યાએ છે તે જગ્યા છોડવા માટે તૈયાર નથી એટલે આ પ્રશ્ન ગૂંચવાયેલો  છે.

Download Our B K News Today App



Related News