ભરતજી ઠાકોરે કરી સ્પષ્ટતા, મેં કોંગ્રેસમાંથી રાજીનામુ નથી આપ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-05 17:24:39
  • Views : 533
  • Modified Date : 2019-07-05 17:24:39

રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને તેમના સહયોગી બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કોંગ્રેસમાંથી ધારાસભ્યપદેથી રાજીનામુ આપ્યું છે. જોકે, તેમના અન્ય એક સહયોગી ભરતજી ઠાકોર પણ કોંગ્રેસમાંથી રાજીનામુ આપાવના છે તેવી વાત ઉઠી હતી. પરંતુ આ સમગ્ર મામલે ખુદ બેચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોરે સ્પષ્ટતા કરી છે કે, મેં કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું નથી. ન તો મેં ક્રોસ વોટિંગ કર્યું છેરાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને તેમના સહયોગી બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કોંગ્રેસમાંથી ધારાસભ્યપદેથી રાજીનામુ આપ્યું છે. જોકે, તેમના અન્ય એક સહયોગી ભરતજી ઠાકોર પણ કોંગ્રેસમાંથી રાજીનામુ આપાવના છે તેવી વાત ઉઠી હતી. પરંતુ આ સમગ્ર મામલે ખુદ બેચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોરે સ્પષ્ટતા કરી છે કે, મેં કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું નથી. ન તો મેં ક્રોસ વોટિંગ કર્યું છે. કોંગ્રેસમાંથી મારા રાજીનામાની વાતો વાહીયાત છે. હું તમામ વાતોને રદીયો આપું છું. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહે કરેલા આરોપો અંગે ભરતજી ઠાકોરે કહ્યું કે, તે બંને પક્ષમાં ગ્રૂપીઝમની વાત કરે છે તે વિશે તો તેઓ જ કહી શકશે. હું મારી વાત કરું તો મેં કોંગ્રેસ પાર્ટીને જ વોટ આપ્યો છે. મેં ક્રોસ વોટિંગ કર્યું નથીતેમણે એમ પણ કહ્યું કે, હું કોંગ્રેસ સાથે જ જાડોયેલો છું, અને તેની સાથે જ જોડાયેલો રહીશ. કોંગ્રસના મેન્ડેટ પર લોકોએ મને વોટ આપ્યો છે, તેથી હું પાર્ટી સાથે દ્રોહ નથી કરી શકતો. સમાજના લોકોએ મને જે માનપાન આપ્યુ છે, તેથી જે પણ કામ કરીશ તે મતદારો અને પાર્ટીને સાથે રાખીને કામ કરીશ. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ન માત્ર કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું છે, પરંતુ બંનેએ આજે યોજાયેલી રાજ્યસભાની ચૂંટણી માટે પક્ષ વિરોધી ક્રોસ વોટિંગ પણ કર્યું છે. કોંગ્રેસના 2 ધારાસભ્યોના રાજીનામા બાદ હવે વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ 69 થઈ ગયું છે.

Download Our B K News Today App



Related News