કોરોના વાયરસ ઃ ભારતમાં સાવચેતીના બધા પગલાઓ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-10 15:00:27
  • Views : 510
  • Modified Date : 2020-02-10 15:00:27

કોરોના વાયરસ ઃ ભારતમાં સાવચેતીના બધા પગલાઓચીન સહિત દુનિયાના દેશો કોરોના વાયરસના કારણે હચમચી ઉઠ્યા છે ત્યારે ભારતમાં પણ આને લઇને પુરતી સાવચેતી રાખવામાં આવી રહી છે. સાવચેતી રાખવામાં આવી રહી હોવા છતાં શંકાસ્પદોની સંખ્યા વધી રહી છે.  હવે બિહારના ગયામાં નવેસરનો મામલો સપાટી ઉપર આવ્યો છે. અહીં તાજેતરમાં જ ચીનથી પરત ફરેલા યુવકને હોÂસ્પટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ગયા સરકારી હોÂસ્પટલના વરિષ્ઠ વકીલ હેમંત કુમારે કહ્યું છે કે, દર્દીને ઠંડી અને કફની ફરિયાદ થયેલી છે. આ પહેલા બિહારના પશ્ચિમી ચંપારણ અને ભાગલપુર જિલ્લામાં ચીનથી આવેલા બે વિદ્યાર્થીઓને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. બીજી બાજુ ભારતમાં કોરોના વાયરસના હજુ સુધી ત્રણ પોઝિટિવ કેસો નોંધાયા છે અને આ ત્રણેય પોઝિટિવ કેસ કેરળમાં નોંધાયા છે. ભારત દ્વારા વિવિધ પગલા લેવાઈ રહ્યા છે જેના ભાગરુપે ભારતીયોને કોરોના વાયરસથી સુરક્ષિત રાખવા માટે સરકારે ચીનથી આવનાર યાત્રીઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકી દીધો છે. સરકારે સાફ શબ્દોમાં કહ્યું છે કે, ૧૫મી જાન્યુઆરી ૨૦૨૦ બાદ જે પણ ચીનમાં પહોંચ્યા છે તેમને ભારત ફરવાની મંજુરી મળશે નહીં. આવા યાત્રીઓને વિમાની, દરિયાઈ અથવા તો અન્ય રસ્તે ભારત આવવાની મંજુરી આપવામાં આવશે નહીં. ચીનમાં ભારે ખળભળાટ હાલમાં મચેલો છે. બીજી બાજુ વાયરસને લઇને ઓરિસ્સામાં પણ સાવચેતી રાખવામાં આવી રહી છે. દર્દીઓની ચકાસણી પુણેમાં થઇ રહી છે. નમૂના હાલમાં નેગેટિવ આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર 




Download Our B K News Today App



Related News