ભારે દંડની કળ નથી વળ્યો ત્યાં વાહનમાલિકો પર નવો બોજ નંખાશે! અમદાવાદીઓ ખાસ વાંચે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-15 18:03:52
  • Views : 1021
  • Modified Date : 2019-09-15 18:03:52

ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ ભારેખમ દંડના નવા અત્યંત કડક નિયમોથી દેશભરના વાહનચાલકોમાં ફેલાયેલો ફફડાટ હજુ શમ્યો નથી, ત્યાં વાહનચાલકોએ હજુ વધુ સચેત થઈને ડ્રાઈવિંગ કરવું પડશે તેવા સ્પષ્ટ અણસાર આપતાં સમાચાર છે.બેફામ ડ્રાઇવિંગ કરી વારંવાર અકસ્માતો કરનારા કે વારંવાર ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા ચાલકોના વાહનોનો વીમો ઊતરાવવા હવે વધુ આકરું પ્રીમિયમ ચૂકવવું પડે તેવો નિયમ બનાવવા દેશમાં વીમા ક્ષેત્રનું નિયમન કરતી ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (IRDA)એ તજવીજ હાથ ધરી છે.એક અહેવાલ મુજબ, આઈઆરડીએએ ટ્રાફિકના નિયમોના ભંગ અને વાહનના પ્રીમિયમને કેવી રીતે પરસ્પર સાંકળી શકાય તેના નિયમો અને પ્રક્રિયાની નક્કર ભલામણ કરવા નવ સભ્યોની એક સમિતિને કામ સોંપ્યું છે. જેણે બે મહિનામાં પોતાનો રિપોર્ટ સુપરત કરી દેવાનો છે.દિલ્હીમાં ટ્રાફિક મેનેજમેન્ટ અંગે બનેલી કેન્દ્રીય ગૃહસચિવના અધ્યક્ષપદ હેઠળની એક ઉચ્ચ સ્તરીય સમિતિએ ઈરડાને આ મામલે જવાબદારી સોંપી હતી. અલબત્ત, હાલ પૂરતી આ વ્યવસ્થા એક પાઇલટ પ્રોજેક્ટ હેઠળ નવી દિલ્હીમાં લાગુ પડશે. પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં તે દેશના અન્ય શહેરો અને રાજ્યોમાં પણ લાગુ કરવાની દિશામાં ગંભીરતાથી વિચારવામાં આવી રહ્યું છે.હાલ જુદા જુદા રાજ્યોમાં ટ્રાફિકના નિયમોના ભંગ બદલ જે પોઇન્ટ સિસ્ટમ અમલી છે તેનો અભ્યાસ કરી દરેક ઉલ્લંઘનને કેટલા પોઇન્ટ રાખવા તે નક્કી કરવામાં આવશે.



Download Our B K News Today App



Related News