આગામી 24-25 જુલાઈએ ગુજરાતમાં પડી શકે છે અતિભારે વરસાદ? જાણો હવામાન વિભાગની આગાહી?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-21 19:07:00
  • Views : 821
  • Modified Date : 2019-07-21 19:07:00

ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરતાં ખેડૂતોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. સૌરાષ્ટ્રમાં મધ્યમ ગતિએ વરસાદનું આગમન થશે. અરબી સમુદ્રમાં અપરએર સર્ક્યુલેશન સર્જાતા હવામાન વિભાગે ગુજરાતમાં અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની જાહેરાત કરી છે. હાલમાં રાજ્યના 8થી વધુ જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે.

ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 2 દિવસ હળવાથી મધ્યમ વરસાદ પડશે. જેમાં અમદાવાદ, સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદમાં આજે અને આવતીકાલે છુટાછવાયા વરસાદની શક્યતા જોવા મળી રહે છે. જ્યારે આગામી 2 દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

21 અને 22 જુલાઈએ સૌરાષ્ટ્ર-કચ્છથી લઈ દીવ, દાદરાનગર હવેલી, વલસાડ, છોટા ઉદેપુર, નવસારીમાં ગાજવીજ સાથે વરસાદ આવે એવી સંભાવના છે. જ્યારે 24-25 જુલાઈએ અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદની એન્ટ્રી થવાની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, નૈઋત્યનું ચોમાસુ પશ્ચિમમાં રાજસ્થાનમાં પ્રવેશી ચૂક્યું છે. જેથી અગામી બે-ચાર દિવસમાં ગુજરાતમાં વરસાદ વરસી શકે છે.

જૂનના અંતમાં રાજ્યભરમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી અને દક્ષિણ ગુજરાતમાં બારેમેઘ ખાંગા થયા હતા. બાદમાં મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદે દસ્તક દીધી હતી. જો કે, બે-ત્રણ દિવસ સામાન્ય વરસાદ પડયા બાદ મેઘરાજા ગાયબ થઈ જતાં લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.



Download Our B K News Today App



Related News