ભારે વરસાદની આગાહી પાલનપુર-ડીસા પંથકમાં વરસાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-29 12:20:48
  • Views : 2560
  • Modified Date : 2019-07-29 12:20:48

બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે તકેદારીના ભાગરૂપે જિલ્લાનું વહિવટીતંત્ર એલર્ટ થયું છે.
પાલનપુરમાં એન.ડી. આર.એફ.ની ટીમ તૈનાત કરાઈ છે. આવી સ્થિતિમાં રવિવારે દિવસભર વાદળછાયા વાતાવરણ વચ્ચે પાલનપુર અને ડીસા પંથકમાં  સાંજે પવન સાથે હળવાથી ભારે વરસાદી ઝાપટા પડવાના શરૂ થયા હતા.
બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે  ધોધમાર વરસાદ ન પડતાં નદી- નાળા હજુ સુધી કોરા
ધાકોર છે. જિલ્લાના ત્રણેય જળાશયોમાં પણ હજુ નવા નીરનો ઉમેરો થયો નથી. જિલ્લાવાસીઓ કાગના ડોળે ભારે વરસાદની રાહ જોઇ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસોમાં બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરતાં જિલ્લાવાસીઓમાં સારા એવા વરસાદની આશા બંધાઇ છે. ભારે વરસાદની આગાહીના ઼
પગલે બનાસકાંઠા જિલ્લાનું વહિવટીતંત્ર પણ એલર્ટ થઇ ગયું છે. જિલ્લા કલેકટર સંદિપ સાંગલે દ્વારા કરાયેલા આદેશમાં તમામ અધિકારીઓએ તેમની કચેરીને લગતી કામગીરી અંગે જરૂરી તકેદારી રાખવી. તાલુકામાં કોઇ જાનમાલ કે જાનહાની ન થાય તે માટેના તમામ આગોતરા પગલા લેવા તથા તમામ અધિકારીઓએ હેડ કવાર્ટસ ન છોડવા સૂચના
આપવામાં આવી છે. ભારે વરસાદની આગાહીના પગલે
પાલનપુરમાં એન.ડી. આર.એફ. ની ટીમો તૈનાત કરવામાં આવી છે. આવી સ્થિતિમાં બનાસકાંઠામાં રવિવારે સમગ્ર દિવસ આકાશ વાદળોથી ઘેરાયેલું રહ્યું હતું. જ્યાં પાલનપુર પંથકમાં વહેલી પરોઢે વરસાદી ભારે ઝાપટું
પડ્‌યા બાદ સાંજના સુમારે પુનઃ પવન સાથે હળવાથી ભારે
ઝાપટા સ્વરૂપે વરસાદ શરૂ થયો હતો. જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. દરમિયાન હજુ સોમવાર અને મંગળવારે પણ વરસાદની આગાહી હોઈ બે દિવસમાં સારો કહી શકાય તેવો વરસાદ પડે તેવી જિલ્લાવાસીઓ આશા સેવી રહ્યા છે.
હજુ આગામી સમય દરમ્યાન પણ હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને લઇ જિલ્લાનું વહીવટી તંત્ર પણ સર્તક જોવા મળી રહ્યુ છે. બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગ
પાસેથી મળતી વિગતો પ્રમાણે
પાલનપુરમાં ૧૬, વડગામ ૧૬, ડીસા ૩,  દાંતીવાડા ૬, દાંતા ૨, અમીરગઢ ૭ મીલીમીટર જેટલો વરસાદ નોંધાયો હતો. વરસાદના આગમનને લઇ પ્રજાજનો સહિત ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી હતી.

Download Our B K News Today App



Related News