બનાસકાંઠામાં બે દિવસમાં ભારે વરસાદની આગાહી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-01 11:41:52
  • Views : 1650
  • Modified Date : 2020-07-01 11:41:52

છેલ્લા એક સપ્તાહથી ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં બફારાનું પ્રમાણ વધી ગયું છે. જેના કારણે લોકો ત્રાહિમામ
પોકારી ગયા છે અને વરસાદની ચેતક નજરે રાહ જોઈ રહ્યા છે. ત્યારે મોસમ વિભાગે આગામી પાંચ દિવસમાં ભારે વરસાદ
પડવાની આગાહી કરી છે. આ દિવસો દરમિયાન મોટાભાગે વાદળછાયું વાતાવરણ રહેશે અને અતિ ભારે વરસાદ
પડવાની સંભાવના છે. મહત્તમ તાપમાન ૩૯-૪૦ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૯-૩૧ ડિગ્રી સેન્ટિગ્રેડ રહેવાની સંભાવના છે. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ૩૭ થી ૮૦ ટકા વચ્ચે રહેવાની સંભાવના છે. આ દિવસો દરમિયાન પવનની સરેરાશ ગતિ ૮ થી ૨૧ કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે.
સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી અને મોસમ વિજ્ઞાન વિભાગ દ્વારા ખેડૂત મિત્રોને સલાહ આપવામાં આવે છે કે, આગામી ચોમાસાની ઋતુની વાવણી માટે છાણીયું ખાતર નાખી જમીન તૈયાર કરવી. તથા યોગ્ય ગુણવત્તાવાળા વિશ્વાસપાત્ર બિયારણ,  ખાતર અને દવાનો પુરવઠો મેળવી લેવો. તૈયાર થયેલા ખેતરમાં વાવણીલાયક વરસાદ થયે ચોમાસુ પાકની વાવણી કરી લેવી. વાવણી કરતા પહેલા
પાકને બીજનો ભલામણ મુજબ ફુગનાશક દવાનો પટ આપવો. તેમજ ખેતરમાં ભલામણ મુજબ પાયાનું ખાતર નાખવું.
વાવણી વખતે અને રાસાયણિક ખાતરનું મિશ્રણ કરવાથી બિયારણને નુકસાન થઈ શકે છે. રાસાયણિક ખાતર હંમેશા બીજથી પાંચ સે.મી. દૂર રહે તેમ ભરવું. ખેડૂત મિત્રોને એવી પણ સલાહ આપવામાં આવી છે કે હાલના કોવિડ-૧૯ રોગચાળાના મહામારીની
પરિસ્થિતિમાં સરકારી માર્ગદર્શિકાનું પાલન કરવું. તેમજ ખેતી કાર્ય દરમ્યાન વપરાતા ખેત ઓજારોની સાવચેતી યોગ્ય રીતે સાફ સફાઈ કરીને
ઉપયોગ કરવો.  પાકની વાવણી સમય દરમિયાન એકબીજાથી સામાજિક અંતર અવશ્ય જાળવવું જરૂરી છે.


Download Our B K News Today App



Related News