ભારે પવન સાથે સુરતના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-15 12:43:07
  • Views : 594
  • Modified Date : 2019-07-15 12:43:07

આજે વહેલી સવારથી શહેરના વાતવરણમાં પલટો આવ્યો છે. અને હળવાથી ભારે વરસાદી ઝાપટાંઓ વરસી રહ્યા છે. સવારે 8થી 10ની વચ્ચે શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેમાં વરાછામાં વરસાદના પગલે રોડ પર પાણી ભરાઈ ગયા હતાવરાછા, સેન્ટ્રલ અને કતારગામમાં વરસાદ હવામાન વિભાગની આગાહીના પગલે ભારે વરસાદની આગાહી નથી. જોકે, હળવાથી ભારે વરસાદ ઝાપટાં પડવાની શક્યતાની આગાહી કરવામાં આવી છે. દરમિયાન આજે વહેલી સવારથી સુરતના વાતાવરણમાં પલટો આવ્યો છે. સવારે 8થી 10ની વચ્ચે વરાછા ઝોન, સેન્ટ્રલ ઝોન અને કતારગામ ઝોનમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અને 2 મિમિથી 4 મિમિ વરસાદ નોંધાયો હતો. વરાછામાં ભારે વરસાદના પગલે રોડ પર પાણી ભરાઈ ગયા હતા. જેથી સવારે નોકરી અને ધંધે જતા લોકોને ઉભા રહી જવાની નોબત આવી હતી.

8થી 10 ઝોન વાઈઝ વરસાદ

સેન્ટ્રલ- 4 મિમિ
વરાછા-એ- 4 મિમિ
કતારગામ- 4 મિમિ
લિંબાયત- 2 મિમિ
અઠવા- 2 મિમિ

રાંદેર- 1 મિમિ.

Download Our B K News Today App



Related News