સુઇગામ તાલુકામાં ઇયળના ઉપદ્રવથી દિવેલાના પાકને ભારે નુકસાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-12 12:44:04
  • Views : 540
  • Modified Date : 2019-11-12 12:44:04

સરહદી સુઇગામ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં ભારે વરસાદ, પુરના કારણે ખેડૂતો બેહાલ થઈ ગયા છે. ત્યાં
રવીપાક એરંડામાં કાળી ઈયળોનો ઉપદ્રવ વધતાં એરંડાના પાન કોરી ખાતા દિવેલાના પાકનો સફાયો બોલાવતાં ખેડૂતોને રાતા
પાણીએ રોવાનો વારો આવ્યો છે.
સરહદી સુઇગામ તાલુકો છેલ્લાં પાંચ વર્ષથી કુદરતી પ્રકોપનો ભોગ બનતો આવ્યો છે. ૨૦૧૫ અને ૨૦૧૭માં વિનાશક પુર ૨૦૧૮માં દુષ્કાળ અને ૨૦૧૯માં પણ માવઠું,
પુરમાં ખેતીપાકોને મોટું નુકસાન થયું છે. જેનું હજુ સર્વે ચાલે છે. બચી ગયેલા રવીપાક દિવેલામાં કાળી ઈયળો નો ઉપદ્રવ વધતાં  ધરેચાણા, ડાભી, સોનેથ,
વાઘપુરા, દુદોસણ, મોરવાડા, રડકા સહિત તાલુકાના મોટાભાગના ગામોમાં ઈયળોએ એરંડાના પાન કોરી ખાતાં ખેડૂતોની ખેતી ચોપટ થઈ ગઈ છે. જેને લીધે ખેડૂતોને પડતા પર પાટું જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે.

Download Our B K News Today App



Related News