ગાંધીનગરમાં જીવન જરૂરિયાત ચીજવસ્તુના વેચાણ- ખરીદી માટે ભારે ભીડ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-17 11:39:46
  • Views : 475
  • Modified Date : 2020-05-17 11:39:46

ગાંધીનગર શહેરમાં એક અઠવાડિયા જેટલા સમય માટે સંપૂર્ણ લોકડાઉન બાદ આજથી જીવન જરૂરિયાતની
ચીજવસ્તુઓનું વિતરણ સામાન્ય થઇ ગયુ છે.
ગાંધીનગર શહેરમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે તા. ૧૦મી મે, ૨૦૨૦થી સંપૂર્ણ લોકડાઉન અમલી બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ ગઇકાલે કલેકટરના જાહેરનામા બાદ આજથી સામાન્ય જીવનમાં જરૂરિયાતવાળી ચીજવસ્તુઓની ખરીદી કરવા માટે માર્કેટ ખોલવાની સૂચના આપવામાં આવી હતી. જેની ફલશ્રૃતિરૂપે લોકોએ ધરની બહાર નીકળી કરિયાણું, અનાજ દળાવવાનું કામ, શાકભાજી- ફળફળાદિની ખરીદી કરી હતી.
ગાંધીનગરમાં છ દિવસથી બંધ માર્કેટ ખુલતા લોકોએ માસ્ક પહેરી અને સોશિયલ ડિસ્ન્સીંગ જાળવીને  પોતાની ખરીદી કરતા નજરે પડયા હતા. શાકભાજીના વેપારીઓ પણ માસ્ક પહેરીને શાકભાજીનું વિતરણ કરતા હતા. બેંકોમાં પણ સુચારૂ રીતે નાણાંકીય વ્યવહારનો આરંભ પણ થયો હતો.

Download Our B K News Today App



Related News