ભારતીય ટ્રાયબલ પાર્ટીના અધ્યક્ષ મહેશ વસાવાએ કેસરિયા કરવાની તૈયારી બતાવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-07 12:06:37
  • Views : 74
  • Modified Date : 2024-03-07 12:06:37

ભરૂચ – નર્મદા જિલ્લાની આદિવાસી પટ્ટી પર વર્ચસ્વ ધરાવતા છોટુ વસાવાના પરિવારમાં મતભેદ સામે આવ્યો છે. છોટુ વસાવાના સૌથી મોટા પુત્ર મહેશ વસાવાએ કેસરિયા કરવાની તૈયારી બતાવી છે. બેઠકોના દોર વચ્ચે સસ્પેન્સ યથાવત હતું પણ હવે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયાએ સત્તાવાર જાહેરાત કરી છે કે ટૂંક સમયમાં મહેશ વસાવા ભાજપાનો પ્રચાર કરતાં જોવા મળશે.ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મહેશ વસાવા ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી પ્રેરિત થઈ કેસરિયો ખેસ ધારણ કરવા જઈ રહ્યા છે. ટૂંક સમયમાં સમર્થકો સાથે વસાવા જોડાવાના હોવાની પણ તેમણે સત્તાવાર જાહેરાત કરી છે.

Download Our B K News Today App



Related News