ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ પ્રશાંતસિંહ કોરાટની યાત્રા ડીસા પહોંચતા સ્વાગત કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-09 10:56:38
  • Views : 194
  • Modified Date : 2022-04-09 10:56:38

આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ભારતીય જનતા યુવા મોરચા દ્વારા નીકળેલી યાત્રા આજે ડીસા પહોંચતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા તમામ સ્થળોએ આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું

 

ભારતને આઝાદી મળ્યાને ૭૫ વર્ષ પૂરા થયા બાદ સમગ્ર દેશમાં ભાજપ દ્વારા આઝાદી કા અમ્રુત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.. આગામી સમયમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપ દ્વારા પણ જંજાવાતી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. ખાસ કરીને આગામી સમયમાં યોજાનાર ચૂંટણીને લઈને ભાજપે અત્યારથી જ ગુજરાતમાં પોતાનો પક્ષ મજબૂત કરવા માટેની શરૂઆત કરી દીધી છે ખાસ કરીને વિધાનસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીમાં વધુમાં વધુ કાર્યકર્તાઓ જોડાઈ અને ભાજપ પક્ષ બહુમતીથી વિજય બને તે માટે ભાજપના તમામ કાર્યકર્તાઓ દ્વારા અત્યારથી જ મેદાનમાં ઉતરી પ્રચાર-પ્રસાર શરૂ કરી દીધું છે જે અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ પ્રશાંતસિંહ કોરાટ ડીસા પહોંચ્યા હતા.. ડીસા પહોંચ્યા બાદ વિશાળ કાર્યકરો સાથે પ્રશાંતસિંહ કોરાટ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.. ડીસાના રાજમંદિર સર્કલ પહોંચ્યા બાદ શહેરના મુખ્યમાર્ગો પર આ રેલી ફરી હતી.. અને ડીસા શહેરના ફુવારા સર્કલ નજીક રેલીનું ભાજપના કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું..

ગુજરાત પ્રદેશ યુવા મોરચા દ્વારા નીકળેલી શોભાયાત્રા નું ઠેરઠેર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું પાલનપુર થી ડીસા તાલુકામાં પ્રવેશ કરતાંની સાથે જ રસાણા ખાતે ડીસા તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા ફૂલહારથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું જે બાદ ડીસા રાજમંદિર સર્કલ પાસે ડીસા શહેર યુવા મોરચાના તમામ કાર્યકર્તાઓ બાઇક રેલી સાથે જોડાઇ પ્રદેશમાંથી નીકળેલી યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં ડીસા દિપક હોટલ પાસે આવે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી યાત્રાએ આગળ પ્રસ્થાન કર્યું હતું જે બાદ ડીસા સાઈબાબા મંદિર પાસે પણ ડીસા શહેર મહિલા મોરચા દ્વારા યાત્રાનું સ્વાગત કરાયું હતું. ફુવારા સર્કલ પાસે પોતાની સાથે જ ડીસા શહેર નગરપાલિકાના ભાજપના તમામ કાર્યકર્તાઓ સાથે જોડાઈ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને આગામી સમયમાં યોજાનાર વિધાનસભા માં ભારતીય જનતા પાર્ટી પક્ષ મજબૂત થાય તેવું શા નગરપાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કરે જણાવ્યું હતું.

 

Download Our B K News Today App



Related News