ડીસાના સાઈબાબા મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટીની ટિફિન બેઠક યોજાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-21 11:52:44
  • Views : 207
  • Modified Date : 2022-03-21 11:52:44

 

જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ દરેક પક્ષ અત્યારથી પોતાની જીત માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે ખાસ કરીને દરેક પક્ષને પોતાની જીત માટે સૌથી મહત્વની ભૂમિકા કાર્યકર્તાઓની રહેતી હોય છે ત્યારે હાલમાં દરેક પક્ષ આગામી સમયમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીમાં અત્યારથી પોતાના પક્ષમાં કાર્યકર્તાઓ ને વધુમાં વધુ જોડી રહ્યા છે જે અંતર્ગત આજે ડીસા શહેરના સાઈબાબા મંદિર ખાતે પણ ગુજરાત રાજ્યના અધ્યક્ષ સી.આર.પાટીલ ની સૂચના આધારે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા ની અધ્યક્ષતા માં ટિફિન બેઠક યોજાઇ હતી. ટિફિન બેઠકમાં ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા ભાજપના કાર્યકર્તાઓ આગામી સમયમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીમાં અત્યારથી કામે લાગી જવાની સુચના આપી હતી તે ઉપરાંત હજુ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ભાજપ પક્ષમાં વધુમાં વધુ કાર્યકર્તાઓ જોડાય તે માટે પણ સુચના આપવામાં આવી હતી કાર્યક્રમમાં ડીસા નગરપાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કર ડીસા શહેર પ્રમુખ પ્રતીક પઢીયાર રાકેશભાઈ પટેલ હકમાજી જોશી સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ પાર્ટીની બેઠકમાં હાજર રહ્યા હતા

Download Our B K News Today App



Related News