ભારતીય જનતા પાર્ટીના ભીલડી મંડળના કાર્યાલયનું જિલ્લા ભાજપ પ્રમુખના હસ્તે ઉદ્ઘાટન કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-28 11:42:20
  • Views : 192
  • Modified Date : 2022-03-28 11:42:20

ભારતીય જનતા પાર્ટીના ભીલડી મંડળના કાર્યાલયનું જિલ્લા ભાજપ પ્રમુખના હસ્તે ઉદ્ઘાટન કરાયું

સમગ્ર ગુજરાતમાં જેમ જેમ વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમ તેમ દરેક પક્ષ પોતાના વિજય માટે અત્યારથી જ એડીચોટીનું જો લગાવવાનું શરૂ કરી દીધું છે ખાસ કરીને પોતાના પગ આગામી સમયમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીમાં વિજય થાય તે માટે અત્યારે દરેક પક્ષ વધુમાં વધુ કાર્યકર્તાઓ જોડી રહ્યા છે જે અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના ભીલડી મંડળના કાર્યાલયનું ઉદ્ઘાટન જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિહ ચૌહાણ ના હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં મનકી બાત કાર્યક્રમ તથા વોલ પેન્ટિગ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે રાજ્યકક્ષાના પુર્વ મંત્રી કેશાજી ચૌહાણ, બનાસકાંઠા જિલ્લા ભાજપ મહામંત્રી ડાયાભાઈ પિલિયાતર, જિલ્લા ભાજપ મહામંત્રી કનુભાઈ વ્યાસ, જીગરભાઈ દેસાઈ, ભારતીય જનતા પાર્ટી ભીલડી મંડળના પ્રમુખ પનસિંહ સોલંકી, ભીલડી મંડળના મહામંત્રી સુરેશભાઈ સિલ્વા, મહામંત્રી બાબુભાઈ દેસાઈ વગેરે બનાસકાંઠા જિલ્લા ભાજપના આગેવાનો તેમજ ભીલડી મંડળના હોદ્દેદારો, જિલ્લા તાલુકા ડેલીકેટ, સરપંચ, આગેવાનો, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મનકી બાત નો કાર્યક્રમ તેમજ શહેરમાં વિવિધ વિસ્તારમાં કમળના નિશાનનુ વોલ પેઇન્ટિંગ કરાયું હતું તેમજ મહાનુભાવો હસ્તે ભીલડી મંડળના નવિન કાર્યાલયનુ રિબીન કાપી ખુલ્લું મુકવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા....

Download Our B K News Today App



Related News