ભારતીય જનતા પાર્ટી ડીસા શહેર યુવા મોરચા દ્વારા ડીસા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ કરાયું હતું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-01 12:59:54
  • Views : 220
  • Modified Date : 2022-05-01 12:59:54

ભારતીય જનતા પાર્ટી ડીસા શહેર યુવા મોરચા દ્વારા ડીસા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ કરાયું હતું

ભારતીય જનતા પાર્ટી ડીસા શહેર યુવા મોરચા દ્વારા આજરોજ  ડીસા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે ફ્રૂટ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવેલ છે. ખાસ કરીને ડીસા સિવિલ હોસ્પિટલ એ ડીસા તાલુકાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ છે જેના કારણે આ સરકારી હોસ્પિટલ ખાતે રોજના હજારોની સંખ્યામાં ગરીબ દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે ત્યારે આવા સમયે ડીસા શહેરમાં પડતી કાળઝાળ ગરમીમાં ગરીબ દર્દીઓને ફ્રૂટ મળી રહે તે માટે આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ફ્રૂટ વિતરણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ ફ્રુટ વિતરણ કાર્યક્રમમાં ડીસા શહેર ભારતીય જનતા પાર્ટીના ડીસા શહેર પ્રમુખ શ્રી પ્રતિકભાઈ પઢિયાર ડીસા નગરપાલિકાના પ્રમુખ શ્રી રાજુભાઈ ઠક્કર સાથે મહામંત્રી શ્રી હકમાજી જોષી, મહામંત્રી શ્રી રાકેશભાઈ પટેલ અને ડીસા તાલુકાનાં ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો,નગરસેવકો, દરેક મોરચાના પ્રમુખ મહામંત્રી સાથે હોદ્દેદારો, સક્રિય સભ્યો ,કારોબારી સદસ્યો ,શક્તિ કેન્દ્ર ના પ્રમુખ, સંયોજકો, પ્રભારીશ્રીઓ તથા શુભેચ્છકો અને કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

 

Download Our B K News Today App



Related News