ભારતીય જનતા પાર્ટી ડીસા શહેર દ્વારા તાલુકા સંઘ મુકામે આત્મનિર્ભર અર્થ વ્યવસ્થા કાર્યક્રમ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-02-03 13:52:27
  • Views : 225
  • Modified Date : 2022-02-03 13:52:27

 

ભારતીય જનતા પાર્ટી ડીસા શહેર દ્વારા તાલુકા સંઘ મુકામે આત્મનિર્ભર અર્થ વ્યવસ્થા કાર્યક્રમ યોજાયો

ભારતીય જનતા પાર્ટી ડીસા શહેર દ્વારા તાલુકા સંઘ મુકામે આત્મનિર્ભર અર્થ વ્યવસ્થા કાર્યક્રમ યોજાયો.આ કાર્યક્રમમાં

દેશના યશસ્વી વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર ગરીબ, વંચિત, પીડિત તેમજ કિસાનોના કલ્યાણ માટે સમર્પિત છે. આત્મનિર્ભર ભારતના લક્ષની સિધ્ધિ તરફ અગ્રેસર છે. આ વિષય અંતર્ગત આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લાઈવ પ્રોગ્રામ દ્વારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું.જેમાં ડીસા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ડીસાના ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા, બનાસકાંઠા જિલ્લાના ઉપપ્રમુખ કૈલાશભાઈ ગેલોત, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રીટાબેન પટેલ, ભારતીય જનતા પાર્ટી ડીસા શહેર પ્રમુખ પ્રતિકભાઇ પઢીયાર, ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ ઠક્કર, ઉપપ્રમુખ સવિતાબેન હરિયાનણી,  મહામંત્રી હકમાજી જોશી, રાકેશભાઈ પટેલ અમરતલાલ અવસ્થી,  ભવાનભાઈ પ્રજાપતિ દરેક મોરચાના હોદેદારોઓ કારોબારી સભ્યશ્રીઓ નગરપાલિકાના સદસ્ય શ્રી ઓ શક્તિ કેન્દ્ર સહેજકો પ્રભારી શ્રી ઓ સર્વે પાર્ટીના સિનિયર કાર્યકર્તાઓ ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Download Our B K News Today App



Related News