ડીસા તાલુકા સંઘ ખાતે જિલ્લાના આગેવાનો ની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી ડીસા શહેર ની કારોબારીની મીટીંગ યોજાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-31 10:55:18
  • Views : 234
  • Modified Date : 2022-05-31 10:55:18

 

આગામી સમયમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીને લઈને અત્યારથી જ દરેક પક્ષ મેદાનમાં ઉતરી ગઈ છે અને પોતાના પક્ષનો વિજય થાય તે માટે અત્યારથી જ દરેક તાલુકાઓમાં બેઠકનો દોર શરૂ કરી દીધો છે ખાસ કરીને વિધાનસભાની ચૂંટણીમાં પોતાના પક્ષનો વિજય થાય તે માટે હાલ દરેક


પક્ષ વધુને વધુ યુવાનો પક્ષમાં જોડાઈ રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી પક્ષ પણ પોતાની જીતને લઈ અત્યારથી જ કમર કરવાનું શરૂ કરી દીધું છે અને ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ભાજપનો ભગવો લહેરાયો તે માટે અત્યારથી જ કાર્યકર્તાઓ સાથે બેઠકનો દોર શરૂ કરી દીધો છે ત્યારે આજે ડીસા શહેરના તાલુકા સંઘ ખાતે પણ જિલ્લાના આગેવાનોની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી ડીસા શહેર ની કારોબારી ની મીટીંગ યોજવામાં આવી હતી આ બેઠકમાં ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા ડીસા શહેર ભાજપ પ્રમુખ પ્રતિકભાઇ પઢીયાર ડીસા નગરપાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કર ડીસા નગરપાલિકા પ્રમુખ સવિતાબેન હરિયાણી સહિત ભાજપના કાર્યકર્તાઓની પરિસ્થિતિમાં આજે કારોબારી ની મીટીંગ યોજાઇ હતી આ મિટિંગમાં ખાસ ડીસા તાલુકામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલા કાર્યોને લોકો સુધી પહોંચે તે માટેનું ચર્ચા વિચારણા કરવામાં આવી હતી એ વાત ધારાસભ્ય શશીકાંત પંડયા દ્વારા આગામી સમયમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીને લઈને પણ આ બેઠકમાં ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ફરી એકવાર વિજય થાય તે માટે ભારતીય જનતા પાર્ટીમાં વધુમાં વધુ કાર્યકર્તાઓ જોડાય તે માટે પણ અપીલ કરવામાં આવી હતી ખાસ કરીને આજે યોજાયેલી આ કારોબારી બેઠકમાં ખાસ ભારતીય જનતા પાર્ટીને લખતા મુદ્દાઓને લઇ ચર્ચા વિચારણા કરી હતી

Download Our B K News Today App



Related News