ધાનેરા ખાતે ટેકાના ભાવે રાયડાની ખરીદીમાં ગેરરીતિઓ થતી હોવાની રાવ ભારતીય કિસાન સંઘ ધાનેરા દ્વારા પ્રાંત અધિકારી અને મામલતદારને અપાયું આવેદનપત્ર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-04 11:48:50
  • Views : 465
  • Modified Date : 2019-04-04 11:48:50


ધાનેરામાં ગુજરાત સરકારે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે રાયડાની ખરીદીની કામગીરી ચાલુ કરવામાં આવી છે અને ૧ એપ્રિલથી ઓનલાઈન નોંધણીની કામગીરી ધાનેરા ખાતે આવેલા પુરવઠા કચેરીના ગોડાઉનમાં કરવામાં આવેલ છે. જેમાં ઓનલાઈન ખરીદીમાં ફોર્મ ભરવામાં ગોટાળા થતાં હોવાનું કિસાન સંઘ દ્વારા જણાવવામાં આવે છે  કે ધાનેરામાં ૧ એપ્રિલથી આજ સુધીમાં ૧૫૦ જેટલા ઓનલાઈન ફોર્મનું રજીસ્ટ્રેશન થયું છે તેમાંથી ૭૦ જેટલા ફોર્મનું રજીસ્ટ્રેશન તેમના મળતિયા દ્વારા કચેરીના બહાર ગુપ્ત જગ્યાએ ઓનલાઈન
પાસવર્ડ આપીને કરવામાં આવેલ છે   અને રાયડાની ખરીદીમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન ખોટા કરીને
ગેરરીતિ આચરીને ભ્રષ્ટ્રાચાર થઈ રહ્યો છે તેના લીધે ૬ મુદ્દાને લગતું ભારતીય કિસાન સંઘ ધાનેરા દ્વારા ધાનેરા પ્રાંત અધિકારી અને ધાનેરા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ આવેદનમાં હાલમાં ઓનલાઈન નોંધણીમાં કામગીરી કરતાં તમામ કમ્પ્યુટર ઓપરેટરો દૂર કરવા અને નવા કોપ્યુટર ઓપરેટરો મુકવા તેમજ હાલના ઓપરેટરો સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવે, ઓનલાઈન નોંધણીમાં ભારતીય કિસાન સંઘ ધાનેરાનો કોઈપણ એક પ્રતિનિધિની હાજરીમાં ફોર્મ ભરવાની કામગીરી કરવી, ઓનલાઈન નોંધણી થયેલ ખેડૂતોની યાદી દરરોજ સાંજે એક કોપી કિસાન સંઘ અને એક કોપી મામલતદારને તેમજ એક કોપી પુરવઠા વિભાગના અધિકારીને આપવી, ખેડૂતોના જમા થયેલ ફોર્મ ઉપર નંબર નોંધીને નોંધણી કરવી, નોંધણી થયેલ ફોર્મ ક્રમ મુજબના ખેડૂતોને ટોકન આપવા. નોંધણીની જગ્યાએથી દિન દયાળ ઉપાધ્યાય ગ્રાહક ભંડારના કોઈપણ વ્યક્તિની આ જગ્યાએ હાજરી હોવી જોઇએ નહીં જેના લીધે ઓનલાઈન ફોર્મ ભરવામાં ગેરરીતિના થાય તેવું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મામલતદાર દ્વારા આવેદનપત્ર ઉપલી કચેરીમાં જલ્દીથી મોકલી આપવામાં આવશે તેવું ભારતીય કિસાન સંઘ ધાનેરાને જણાવવામાં આવ્યું હતું.

Download Our B K News Today App



Related News