હાર્દિક પટેલના પિતાનું કોરોનાને કારણે અવસાન, ગોતા સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-09 13:50:43
  • Views : 768
  • Modified Date : 2021-05-09 13:50:43

     કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના પિતા ભરતભાઈનું કોરોનાને કારણે અવસાન થયું છે. તેઓને કોરોનાની સારવાર માટે અમદાવાદના યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ભરતભાઈ હાર્દિકની સામાજિક અને રાજકીય કારકિર્દીમાં સતત સાથે રહેતા હતા, હાર્દિકના કપરા સમયમાં પણ તેને સતત સાથે આપતા હતા. ભરતભાઈ પટેલના ગોતા સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં છે. પુત્ર હાર્દિક પટેલ દ્રારા તેમના અંતિમ સંસ્કાર પીપીઈ કિટ પહેરીને કોવિડ ગાઈડલાઈન મુજબ કરવામા આવ્યાં છે.

    હાર્દિક પટેલના પિતા ભરતભાઈ પટેલના દુઃખદ અવસાન અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાર્દિક પટેલ સાથે ટેલિફોનિક વાત ચીત કરી હતી અને હાર્દિક પટેલ અને પરિવારને સાંત્વના પાઠવી શોક વ્યક્ત કર્યો હતો

    કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, હું આજે કોરોના પોઝિટિવ આવ્યો છું. ડોક્ટરની સલાહ અનુસાર ઘરમાં જ મારી સારવાર થઈ રહી છે. તમારા પ્રેમ અને પ્રાર્થનાથી હું જલ્દી જ સાજો થઈ જઈશ.રાજ્યમાં અત્યાર સુધી 5 લાખથી વધારે દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યા છે. રાજ્યમાં રિક્વરી રેટમા સતત સુધારો થઈ રહ્યો છે. 1મેના રોજ રિકવરી દર 73.78% હતી જે સુધરીને 8મેના રોજ 77.36% થઈ ગયો છે.રાજ્યમાં અત્યાર સુધીમાં 6,69,928ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 8,273 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 5,18,234 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 1,43,421 એક્ટિવ કેસ છે, જેમાંથી 782 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 1,42,639 દર્દીની હાલત સ્થિર છે. રાજ્યમાં વેક્સિન લેવા માટે કેટલાક સેન્ટરોમાં લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી.

Download Our B K News Today App



Related News