ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધા યોજાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-23 13:22:05
  • Views : 341
  • Modified Date : 2022-08-23 13:22:05

 

ડીસાના લાયન્સ હોલ ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડીસા શહેરની વિવિધ શાળાઓએ ભાગ દીધો હતો.

 

ડીસાના લાયન્સ હોલ ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમૂહ દેશભક્તિ ગીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં સમગ્ર ડીસા શહેરમાંથી વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને દેશભક્તિના ગીતો રજૂ કર્યા હતા તે ઉપરાંત આજે યોજાયેલા કાર્યક્રમમાં ખાસ વૃક્ષ બચાવવા માટે નૃત્ય રજૂ કરવામાં આવ્યો હતો જેમાં સમગ્ર દેશમાં જે પ્રમાણે દિવસેને દિવસે વૃક્ષો કપાઈ રહ્યા છે તેને બચાવવા માટે વિદ્યાર્થીઓ દ્વારા અપીલ કરવામાં આવી હતી આજે યોજાયેલા કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદના સભ્યો તેમ વાલીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમમાં દેશભક્તિનું વાતાવરણ હતું લાયન્સ હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિજેતા તમામ વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આજે યોજાયેલા કાર્યક્રમમાં સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું.

Download Our B K News Today App



Related News