ડીસા શહેરમાં પક્ષીઓને બચાવવા માટે ભારત વિકાસ પરિષદની નવી પહેલ શરૂ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-03 10:54:02
  • Views : 237
  • Modified Date : 2022-06-03 10:54:59

 

ડીસા શહેરમાં પક્ષીઓને બચાવવા માટે ભારત વિકાસ પરિષદ દ્વારા નવી પહેલ શરૂ કરવામાં આવી છે ખાસ કરીને આજના સમયમાં જે પ્રમાણે સ્ટ્રક્ચર નું પ્રમાણ વધી રહી છે તેના કારણે મોટા મોટા જંગલોનો વિનાશ થઈ રહ્યો છે જંગલોનો વિનાશ થતાની સાથે આજે મોટાભાગના પક્ષીઓ દુર્લભ થતાં જઈ રહ્યા છે ત્યારે પક્ષીઓને બચાવવા માટે આજે ભારત વિકાસ પરિષદ દ્વારા નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે.

 

 

સમગ્ર વિશ્વમાં જે પ્રમાણે દિવસેને દિવસે ટેકનોલોજી નું પ્રમાણ વધતું ગયું છે તે પ્રમાણે દરેક દેશમાં સ્ટ્રક્ચરનું પ્રમાણ પણ વધી રહી છે. આજે સમગ્ર વિશ્વમાં દિવસેને દિવસે વસ્તી વધારો થઈ રહ્યો છે જેની સામે મકાનોની સંખ્યા માં પણ સતત વધારો થઈ રહ્યો છે સતત વધતા જતા મકાનોની સંખ્યા ના કારણે મોટા મોટા જંગલોનો વિનાશ થઈ રહ્યો છે જંગલોના થતાં જતાં વિનાશના કારણે આજે મોટાભાગના પશુ-પક્ષીઓ પણ લુપ્ત થતાં જઈ રહ્યા છે આજે જ્યાં ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં સવારથી માંડી સાંજ સુધી જે પક્ષીઓ પોતાના કલરવથી સમગ્ર વાતાવરણ ગુંજતો કરતા હતા તેમાંના મોટાભાગના પક્ષીઓ આજે લુપ્ત થતા જોવા મળી રહ્યા છે ત્યારે પક્ષીઓને બચાવવા માટે ભારત વિકાસ પરિષદ દ્વારા નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે જેમાં છેલ્લા દસ દિવસથી ભારત વિકાસ પરિષદના સભ્યો દ્વારા ડીસા શહેર ૨૩ જેટલી સોસાયટીઓમાં ફરી તમામ મકાન માલિકોને પક્ષીઓને બચાવવા માટેના પેમ્પલેટ નું વિતરણ કરવામાં આવ્યું હતું સાથોસાથ તમામ સોસાયટીઓમાં દરેક ઘરમાં પક્ષીઓને રહેવા માટે માળા અને પાણી પીવા માટે કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું ડીસા શહેરમાં જે પ્રમાણે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે તેની સામે પક્ષીઓ સુરક્ષિત રહે તે માટે ખાસ ભારત વિકાસ પરિષદ દ્વારા મહા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે આવનારા સમયમાં લુપ્ત થતા પક્ષીઓ બચી શકે તે માટે ખાસ ભારત વિકાસ પરિષદના સભ્યો દ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી

Download Our B K News Today App



Related News