ભારત વિકાસ પરિષદ ડીસા મુખ્ય શાખા, મહિલા શક્તિ દ્વારા સંસ્કારના ઉદ્દેશ્યથી ગુરુ પૂર્ણિમા નિમિત્તે માતૃ-પિતૃ પૂજન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-02 11:11:50
  • Views : 225
  • Modified Date : 2021-08-02 11:11:50

     ભારત વિકાસ પરિષદ ડીસા મુખ્ય શાખા, મહિલા શક્તિ દ્વારા સંસ્કારના ઉદ્દેશ્યથી ગુરુ પૂર્ણિમા નિમિત્તે માતૃ-પિતૃ પૂજન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં નાના બાળકો દ્વારા પોતાના માતૃ-પિતૃ પૂજન કરવામાં આવ્યું હતું. ગુરુ પૂર્ણિમા નિમિત્તે દરેક બાળક પોતાના ગુરુને વંદન કરતા હોય છે ત્યારે આપણા સૌ પ્રથમ ગુરુ આપણા માતા-પિતા છે. ત્યારે ડીસાની મંગળદાસ પટેલ આદર્શ શિશુ વાટિકા રે ડીસા માં માતૃપિતૃ વંદના કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં કાર્યક્રમમાં ભાગ લેવા માટે અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી હતું ત્યારે આજરોજ રજીસ્ટ્રેશન કરાવેલ બાળક બાળક આઓ પૂજા કરવા માટે ની થાળી ફુલહાર કુમકુમ ચોખા મીઠાઈ સાથે પોતાના માતા-પિતા સાથે આવી પહોંચ્યા હતા જેમાં ભારત વિકાસ પરિષદ ડીસા મુખ્ય શાખા મહિલા સભ્ય દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું પ્રસંગે નાના ભૂલકાઓ હોય પોતાના માતા પિતા ની આરતી ઉતારી ફુલહાર પહેરાવી અને મોઢું મીઠું કરાવીને પોતાના પ્રથમ ગુરુ ને વંદન કર્યા હતા બાળકોમાં સંસ્કારનું સિંચન થાય તે માટે મહિલા શક્તિ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પુષ્પા રાની અગ્રવાલ ગીતાબેન ઠક્કર અને વર્ષાબેન પુરોહિત દ્વારા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું.

Download Our B K News Today App



Related News