હાઈ-વે ઉપર ઠેર ઠેર ટાયરો સળગાવી વિરોધ બનાસકાંઠામાં ભારતબંધને આંશિક સફળતા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-09 11:17:43
  • Views : 325
  • Modified Date : 2020-12-09 11:17:43

કેન્દ્ર સરકાર દ્વારા પાસ કરાયેલા કૃષિ કાનૂનના વિરોધમાં દિલ્હીને ઘેરી બેઠેલા ખેડૂતોએ મંગળવારે ભારત બંધનું એલાન આપ્યું હતું. જેના કારણે ગુજરાતમાં ૧૪૪ ની કલમ લાગુ કરવામાં આવી છે.
ત્યારે બનાસકાંઠામાં ભારત બંધને આંશિક સફળતા મળી છે. જિલ્લાના જે વિસ્તારોમાં કોંગ્રેસનું પ્રભુત્વ છે ત્યાં થોડીગણી બંધની અસર જાેવા મળી હતી. જ્યારે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ બળજબરીથી કલમ ૧૪૪ ના ભંગ બદલ તેમની અટકાયત કરી પોલીસ મથકમાં લઈ જવાયા હતા.
જાે કે ડીસા-થરાદ-પાલનપુર હાઈવે ઉપર ટાયરો સળળાગીને વિરોધ પ્રદર્શન કરીને ચક્કાજામનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં અલગ અલગ સ્થળોએથી કાર્યકરોની અટકાયત કરાઈ હતી. એકંદરે બનાસકાંઠામાં ભારત બંધ આંશિક સફળ રહ્યું હતું
  ડીસા ઃ  ભારત બંધના એલાનમાં પંજાબ અને હરિયાણાના ખેડૂતો છેલ્લા કેટલાક દિવસથી આંદોલન કરી રહ્યા છે ત્યારે મંગળવારે  ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેથી  ગુજરાત સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં ૧૪૪ ધારા લાગુ કરવામાં  આવી હતી. જેમાં ગોઢા પાટીયા પાસે કોંગ્રેસના કાર્યકર અને ખેડૂતોએ રોડને ચક્કાજામ કરી વાહન વ્યવહાર અટકાવ્યો હતો.  પોલીસ ત્યાં પહોંચી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો અને  ડીસા-થરાદ હાઇવેનો વાહન વ્યવહાર પૂર્ણવત ચાલુ કરવામાં આવ્યો હતો.
લાખણી ઃ ભારત સરકાર દ્વારા નવા પાસ કરાયેલ કૃષિ કાનૂનના વિરોધમાં ૮ ડિસેમ્બરના રોજ ભારત બંધનું એલાન અપાયું હતું. જેને લઈને  લાખણી ખાતે સવારના ૯ થી ૧૦ વાગ્યા સુધી બંધની અસર દેખાઈ હતી. ત્યારબાદ આખું બજાર ધમધમાટ ચાલુ થઈ ગયું હાઇવેને બંધ કરવા અને દુકાનદારોને પોતાની દુકાનો બંધ રાખવા માટેની વિનંતી કરવા આવતા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓની આગથળા પોલીસે અટકાયત કરીને પોલીસ સ્ટેશનમાં લઈ ગઈ હતી આમ લાખણીમાં ભારત બંધના એલાનને મોળો પ્રતિસાદ મળ્યો હતો.
ધાનેરા ઃ ભારત બંધના એલાનમાં  ધાનેરા તાલુકાના ખેડૂત સંગઠનો પણ જાેડયા હતા. અને મંગળવારે ધાનેરામાં માત્ર મેડીકલ, દવાખાનાઓ, પેટ્રોલપંપ સિવાયની તમામ દુકાનો બંધ રહેવા પામી હતી. જ્યારે માર્કેટયાર્ડ દ્વારા હરાજીનું કામકાજ ચાલુ કરવામાં આવેલ
પરંતુ વેપારીઓએ સંપૂર્ણ બંધ
પાળ્યો હતો અને કોઇપણ
વેપારીએ હરાજીમાં ભાગ ન લેતા હરાજીનું કામકાજ પણ બંધ કરવુ પડ્યુ હતુ. ત્યારે ભાજપના લોકોને ઉપરથી દબાણ આવતા તેઓ પોતાના સબંધીઓને દુકાનો ચાલુ કરાવવા દોડ્યા હતા પરંતુ તેમાં પણ નિષ્ફળ રહ્યા હતા. જેથી રોજ લોકોથી ધમધમતા બજારો
પણ સુમસામ  જાેવા મળ્યા હતા.
થરાદ ઃ ભારત બંધના એલાનને થરાદ તાલુકાની પ્રજાએ  નકાર્યું હતું. અને  બજાર ધમધમતું જાેવા મળ્યુ હતંુ. જેને લઇને કોંગ્રેસના ધારાસભ્ય, કોંગ્રેસ પ્રમુખ આંબાભાઈ સોલંકી, પ્રધાનજી ઠાકોર, બચુશા બનવા સહિત આગેવાનો  થરાદની બજાર બંધ કરાવવા માટે નીકળ્યા હતા.  દુકાનો બંધ કરાવે તે
પહેલાં ૧૪૪ ભંગના કાયદા હેઠળ થરાદ પોલીસે તેમને નજરકેદ કરી ધરપકડ કરી હતી. જ્યારે વેપારીઓએ તેમના ધંધા-રોજગાર ચાલુ રાખતા સાંસદ પરબતભાઇ પટેલે  પ્રજાનો આભાર માન્યો હતો. તેમજ થરાદ માર્કેટ યાર્ડ વેપારી એસોસિયેશનના પ્રમુખ જેતશીભાઇ પટેલે જણાવ્યું હતું કે અમારું થરાદ માર્કેટ યાર્ડ ચાલુ રહ્યું હતું અને હરાજીનું કામ પણ જાેરજાેરથી ચાલુ રાખવામાં આવ્યું હતું.
ભીલડી ઃ  ખેડૂતોના સમર્થનમાં ભીલડીની બજારો બંધ કરાવવા એકઠા થયા હતા અને કોંગ્રેસ કાર્યકરોએ કૃષિ બીલનો વિરોધ કર્યો હતો પરંતુ બજારો બંધ કરાવે તે પહેલા ભીલડી પોલીસ દ્વારા કોંગ્રેસના તમામ કાર્યકરોની અટકાયત કરવામાં આવી અને ભારત બંધના એલાનની ભીલડી માં નહીવત અસર જાેવા મળતા તમામ ધંધા-રોજગાર રાબેતા મુજબ ચાલુ રહ્યા હતા.
થરા ઃ થરા શહેરમાં બજાર બંધ પાળી ખેડૂતોને સમર્થ
આપેલ. કોંગ્રેસ દ્વારા શાંતી જાળવી બંધ પાળીને શહેરમાં કોઈ અનિચ્છનિય ઘટના ના બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.  કાંકરેજ તાલુકામાં દરેક ધર્મ જાતિના નાના-મોટા વેપારીભાઈઓ, લારી ગલ્લાવાળા ભાઈઓ અને સર્વ સમાજના સાથ સહકારથી  સ્વંયભુ બજાર બંધ રહ્યા હતા. જેથી કોંગ્રેસના આગેવાનોએ સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો.
ઈકબલાગઢ ઃ ઈકબાલગઢ નેશનલ હાઇવે ચક્કાજામ કરવા માટે દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી તેમજ કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં વિરોધ પ્રદર્શન કરતા કાંતિભાઈ ખરાડી તેમજ ૨૦ જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરાઈ હતી.  જયારે બીજી બાજુ ઈકબાલગઢ, અમીરગઢ તેમજ વિરમપુર જેવા મોટા સેન્ટરોમાં બજારો ચાલુ રહ્યા હતા તેમજ ઈકબાલગઢ એ.પીએમ.સી. પણ ચાલુ રહ્યું હતું.
 ગઢ ઃ  પાલનપુર તાલુકાના ગઢ ખાતે સવારથી જ વેપારીઓ દ્વારા પોતાના ધંધા-રોજગાર બંધ રાખી ભારત બંધના એલાનમાં ખેડૂતોને સમર્થન આપવામાં આવ્યું હતું.
છાપી ઃ   છાપી હાઈવેના
વેપારીઓ દ્વારા પોતાના ધંધા રોજગાર બંધ રહેતા લોકોની અવરજવર મહંદઅંશે ઓછી જાેવા મળી હતી. લોકોએ
પણ આ બંધના કારણે ઘરની બહાર નિકળવાનું ટાળ્યુ હતું.
પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ડી.વાય.એસ.
પી. કક્ષાના અધિકારીઓ દ્વારા પેટ્રોલિંગ કરી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રાખવામાં આવી હતી. છાપી હાઈવે ઉપર શાંતિપુર્ણ રીતે બંધ પાળવામાં આવ્યો હતો. કોઇ ખેડૂતો કે રાજકીય કાર્યકરોની ધરપકડ કે અટકાયત કરવામાં આવી ન હતી.

Download Our B K News Today App



Related News