થરામાં કાંકરેજ તાલુકા તથા થરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભારત બંધમાં જાેડાવવા અપીલ કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-08 11:47:54
  • Views : 357
  • Modified Date : 2020-12-08 11:47:54

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં કાંકરેજ તાલુકા ખેડૂત હિતરક્ષક સમિતિ તથા
કાંકરેજ તાલુકા અને થરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા થરા શહેરમાં નાના મોટા
વહેપારીઓ, ધંધારોજગાર ચલાવતા લોકો,લારી ગલ્લાવાળા અને શાકભાજી વહેપારીઓને  ખેડૂત સંગઠનોએ આપેલ ભારત બંધ એલાનમાં જાેડાવવા તમામ ધંધા રોજગાર બંધ રાખી સમર્થન આપવા વિનંતી કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં ભુપતાજી મકવાણા ઉપપ્રમુખ જિલ્લા
પંચાયત, બલાજી રાઠોડ ચેરમેન સહકાર અને સિંચાઈ વિભાગ, કાંકરેજ તાલુકા કોંગ્રેસ પાર્ટી પ્રમુખ હેમુભાઈ જાેષી-શિરવાડા, થરા ન.પા.પૂર્વ-પ્રમુખ વિનોદજી આર. ઠાકોર, ઉપપ્રમુખ થરા શહેર કોંગ્રેસ સમિતિના જાેગાજી ઠાકોર, મહિપસિંહ વાઘેલા-વડા, કાંકરેજ તાલુકા યંગ બ્રિગેડ સેવાદળના પ્રમુખ હર્ષદભાઈ ગાંડાભાઈ પ્રજાપતિ, મુકેશભાઈ એમ.બુકોલીયા એડવોકેટ શિહોરી, વિપુલભાઈ ડી.
પ્રજાપતિ, ગૌતમભાઈ સી.જાેષી
કાંકરેજ તાલુકા યુથ પ્રમુખ,
અલ્પેશભાઈ શેઠ પ્રમુખ થરા શહેર કોંગ્રેસ સમિતિ,
પુરાણસિંહ વાઘેલા જિલ્લા
પંચાયત સદસ્ય વગેરે કાર્યકરો હાજર રહેલ.

Download Our B K News Today App



Related News