ઢીમા ખાતે સેનજી મહારાજના મંદિરમાં ચાંદીનું ભાણું અર્પણ કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-15 11:28:29
  • Views : 391
  • Modified Date : 2019-10-15 11:28:29

બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઢીમા ખાતે મુંછાળો શામળીયો ભગવાન બેઠો છે અને તેના સાનિધ્યમાં સમગ્ર નાઈ સમાજના દેવ સેનજી મહારાજ પણ બેઠાં છે. ત્યાં નાઈ સમાજે મોટી ધર્મશાળા બનાવી છે તેમજ સમાજના અને બહારથી આવેલા તીર્થયાત્રીઓ માટે જમવા અને રહેવાની સગવડ તદન ફ્રીમાં આપવામાં આવી છે. જ્યાં સણવાલ ગામના દાનવીર તરીકે ઓળખાતા ધરમાજી નાઈના પુત્ર નરપતભાઈ તરફથી પૂનમના  દિવસે સેનજી મહારાજને જમવા માટે ૬પ૦૦૦ ના ખર્ચે  સવા કિલો ચાંદીનું ભાણું ભેટ આપવામાં આવ્યું છે તેમજ શરદ પૂનમના દિવસે ભોજનપ્રસાદના  દાતા ચાળા  ગામના માદેવભાઈ નાઈ અને રામજીભાઈ નાઈ હતા. તેમજ થરાદ, વાવ, સુઈગામના આગેવાનોએ ભોજનપ્રસાદ લીધો હતો. યુવાને ઉત્તમ અને સરાહનીય કામગીરી કરી તે બદલ નાઈ સમાજના પ્રમુખ મધાભાઈ નાઈ અને મંત્રી અખાભાઈ નાઈ તેમજ સૌ આગેવાનો નરપતભાઈનું સન્માન કર્યુ હતુ.

Download Our B K News Today App



Related News