ડીસાના ટેકરા વિસ્તારનો રસ્તો ભંગાર હાલતમાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-21 12:00:13
  • Views : 424
  • Modified Date : 2019-10-21 12:00:13

ડીસા શહેરના શિવનગર જવાનો રસ્તો ભંગાર હાલતમાં છેલ્લાં કેટલાં સમયથી મેટલ
પથ્થરોનું કામગીરી ન કરી આ રોડ અધૂરો મૂકી દેવાતા લોકોને ઘણી જ મુશ્કેલી વેઠવી પડે છે. આ બાબતે નગરપાલિકાના સત્તાધીશોનું વારંવાર ધ્યાન દોરવા છતાં હજુ સુધી રોડ
ઉપર ડામર કામ કરવામાં આવ્યું નથી. આ ટેકરા વિસ્તારમાં ડીસામાંથી મોટી સંખ્યામાં માં મેલડીના મંદીરે દર્શન કરવા વાહનો તેમ જ સ્કૂટરો અને ચાલતા ભાવિકો ઘણા  હેરાન
પરેશાન થતા હોય છે . વાહનો તેમજ સ્કૂટરમાં પંચર પડતાં હોય તેમ અવરજવર કરનારા રાહદારીઓને પણ પથ્થર વાગવાના બનાવો પણ બને છે તો ડીસાના લોકપ્રિય ધારાસભ્ય તેમજ આ વિસ્તારના
નગરપાલિકાના સદસ્ય
શશીકાંતભાઈ પંડ્‌યા અંગત રસ લઈ ને ઘણાં સમયથી ડામર કામ કર્યા વગર રોડનું કામ પડેલ હોય તો તાકીદે  આ વિસ્તારના રોડનું કામ કરાવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે. તો આ માટે
તાકીદે નગરપાલિકામાં રજુઆત કરીને ડામર કામ કરાવે તેવી પ્રજાની માંગ છે

Download Our B K News Today App



Related News