અમીરગઢના ભમરીયા ગામે પાણીના પોકાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-08 11:31:43
  • Views : 568
  • Modified Date : 2019-06-08 11:31:43

અમીરગઢ તાલુકાના સુરેલા ગ્રામ પંચાયતના ભમરીયા ગામમાં લોકો પાણી માટે વલખાં મારી રહ્યા છે. પહેલાંના મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીએ પોતાની સરકારના સમયે  ભમરીયા ગામ દત્તક લીધેલું હતું. હાલના સમયમાં ભમરીયા ગામના લોકો પાણી વિના ટળવળી રહ્યા છે. સુરેલા ગામના મહિલા સરપંચ પાણી
પુરવઠા વિભાગને લેખિતમાં
પાણીના ટેન્કરની માંગણી કરી હતી. લોકો પુરવઠા વિભાગ
પર આશા રાખીને બેઠા પરંતુ બે ટેન્કર જ પાણીના ગામમાં આવતા લોકોની આશા પર
પાણી ફરી વળ્યું હતું.
સુરેલા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ લાસુબેન બુબડીયાએ પાણી પુરવઠા વિભાગ તેમજ નાયબ
કાર્યપાલકમાં લેખિતમાં રજુઆત કરી છે અને બે
પાણીના ટેન્કર ગામને આપતા સરપંચ સહિત લોકોમાં નિરાશા જોવા મળી હતી.
દોઢ માસ  અગાઉ પાણી
પુરવઠાને લેખિત રાજૂઆત કરી હતી. ત્યારબાદ તાલુકા
પંચાયતને પણ જાણ કરાઈ હોવા છતાં તંત્ર દ્વારા પાણી શરૂ ન કરતા ત્રણ દિવસ અગાઉ સુરેલા ગ્રામ પંચાયતના મહિલા
સરપંચએ પાણી પુરવઠાને
ગ્રામ પંચાયતના લેટર પેડ પર
પાણી પૂરું પાડવાની માંગ કરી હતી. ત્યારબાદ પુરવઠા વિભાગે ગતરોજ બે ટેન્કર મુકતા લોકોમાં નિરાશા જોવા મળી હતી. મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીએ દત્તક લીધેલ ગામમાં પાણીની હાલાકીને લઇ લોકોમાં નિરાશા જોવા મળી રહી છે.

Download Our B K News Today App



Related News