અંબાજી ધામ ભક્તિમય બન્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-11 10:55:06
  • Views : 411
  • Modified Date : 2020-01-11 10:55:06

શક્તિ,ભક્તિ અને
 આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત ધામ અંબાજી અરાવલીની પહાડોમાં ગુજરાત અને રાજસ્થાન સરહદ પર વસેલું છે. આ ધામમાં વર્ષ દરમિયાનમાં અંબાના ભક્તો માતાજીના દર્શન કરવા આવતા હોય છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે. અંબાજી ધામમાં નવરાત્રી અને ભાદરવી મહામેળા દરમિયાન માતાજીના ભક્તો સૌથી વધુ દર્શન કરવા આવે છે. આ સિવાય પોષી
પૂનમના દિવસે પણ માતાજીના અસંખ્ય ભક્તો આ ધામમાં આવતા હોય છે. પોષી પૂનમને શાકંભરી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. સાથે આ પૂનમને સુખડી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ
પવિત્ર દિવસ પ્રાગટય દિવસ તરીકે પણ ઓળખાય છે. અંબાજી મંદિરમાં માતાજીના ભક્તો વહેલી સવારથી જ ઉમટ્યા હતા. અંબાજી મંદિરમાં મહાશક્તિ યજ્ઞ  યોજાયો હતો. જેમાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. સાથે ત્યારબાદ ગબ્બર ખાતેથી અખંડ જ્યોત લાવી શક્તિદ્વારથી મહાઆરતી ઉતાર્યા બાદ શોભાયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. અંબાજી મંદિરમાં બપોરે ૧૨ વાગે
અન્નકૂટ આરતી પણ કરવામાં આવી હતી અને ૫૬ ભોગનો અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો.
અંબાજી મંદિરમાં શાકંભરી અન્નકૂટ શાકભાજીનો પણ ધરાવવામાં આવ્યો હતો. અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી માઈ ભક્તોને કોઈજ તકલીફ ન પડે તે માટે દર્શન વ્યવસ્થા પણ સુંદર કરવામાં આવી હતી.  અંબાજી મંદિરમા સવારે ૬ વાગે મંગળા આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ મંદિર ૧૦ઃ૪૫ વાગે બંદ થયું હતું. ત્યારબાદ ફરીથી ૧૨ વાગે માઈ ભક્તો માટે ખુલ્યું હતું. અંબાજી મંદિર ટ્રસ્ટ અને   ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ તરફથી છેલ્લાં ૨૭ વર્ષથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રામાં રંગોળી, ફૂલોની તોપ, નાસિક ઢોલ, ધજા દંડ, ૫૧ ગજની ધજા,ઘોડા, અખંડ જ્યોત, શાકંબરી  રથ, માતાજીની બગી, કળશ  સાથે કન્યાઓ, બેન્ડ બાજા, માતાજીની મૂર્તિ, નવદુર્ગા ઝાંખી, સ્કૂલોની ઝાંખી, આદિવાસી નૃત્ય, ડીજે, બાહુબલી બગી, રાજસ્થાની ઝાંખહ, ઊંટ, ઓર્કેસ્ટ્રા પાર્ટી ગૌમાતાની ઝાંખી, હાથી સહિત અખાડાના કરતબો આ શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ હતું.
આ શોભાયાત્રામાં વર્ષમાં એકજ વાર માતાજી નગર પરિભ્રમણ માટે નીકળી છે. આ શોભાયાત્રા શક્તિદ્વારથી નીકળી અંબાજીના બજારોમાં ઘૂમી હતી. જગ્યા જગ્યાએ  શોભાયાત્રાનું સ્વાગત કરાયું હતું.  ગુજરાતના મુખ્યમંત્રી ધર્મપÂત્ન અંજલીબેન રૂપાણી સાથે અંબાજી મંદિરના ચેરમેન અને વહીવટદાર હાજર રહ્યા હતા. ગ્રહણ હોઈ છાંયાના હિસાબે અંબાજી મંદિરના સમયમાં કોઈજ ફેરફાર કરવામાં આવ્યો નથી.  ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના ધર્મપત્ની અંજલીબેન રૂપાણીએ મહા આરતી કરી હતી.  અંબાજી મંદિર ટ્રસ્ટના ચેરમેન સંદીપ સાંગલે,વહીવટદાર એસ.જે.ચાવડા, ટેમ્પલ ઇન્સ્પેક્ટર સતીષ ગઢવી, હરદાસ પરમાર, જી.એલ.પટેલ, આર.કે.મેવાડા સહિત  ધાર્મિક ઉત્સવ સેવા સમિહિના પ્રમુખ  સુનીલ અગ્રવાલ અને મહામંત્રી સુનીલ બ્રહ્મભટ્ટ સહિત તમામ સભ્યો જોડાયા હતા. આ શોભાયાત્રા સાંજે શક્તિદ્વાર પરત ફરી હતી. ખિસ્સા કાપવાના બનાવો ઓછા પ્રમાણમાં બન્યા હતા.  સવારે ૬ વાગે આરતી ભટ્ટજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.


Download Our B K News Today App



Related News