બનાસકાંઠામાં કોંગ્રેસ પાસેથી ચાર તા. પં. સરકી, ૧૦ પર ભાજપનો કબજો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-10 11:42:13
  • Views : 642
  • Modified Date : 2020-09-10 11:42:13

બનાસકાંઠા જિલ્લામાં બુધવારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને રાજકીય માહોલ રહ્યો હતો. જેમાં કુલ ૧૪ તાલુકા પંચાયતોમાં લાખણી તાલુકા પંચાયતની કોર્ટ મેટર
પેન્ડિંગ હોવાથી ૧૩ તાલુકા
પંચાયતોમાં બીજી ટર્મના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાં કોંગ્રેસ
પાસેથી ચાર તાલુકા પંચાયતો ભાજપે આંચકી લીધી છે. જેથી હવે ૧૦ ઉપર ભાજપે કબ્જો જમાવ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં લાખણી તાલુકા પંચાયતની ચુંટણીને બાદ કરતા ૧૩ તાલુકા પંચાયતમાં બીજી ટર્મના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી બુધવારના રોજ યોજાઈ હતી. જોકે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને
રાજકીય માહોલ ગરમ હોવાથી પોલીસને ક્યાંક -ક્યાંક બંદોબસ્ત ગોઠવવાની જરૂર પડી હતી. બુધવારે યોજાયેલી ચૂંટણીમાં ભાજપે વડગામ,
દાંતીવાડા, દિયોદર અને ભાભર તાલુકા પંચાયત કોંગ્રેસ પાસેથી છીનવી સત્તાનું સુકાન સંભાળ્યું છે. જ્યારે કાંકરેજ તાલુકા પંચાયતમાં ભાજપ
પાસેથી કોંગ્રેસે સત્તા હાંસલ કરી હતી. આમ લાખણીને બાદ કરતા તેર પૈકી હવે કોંગ્રેસ પાસે ત્રણ તાલુકા પંચાયત રહી છે. ત્યારે ભાજપે બાકીની ૧૦ તાલુકા પંચાયત પર પોતાનો
પગદંડો જમાવ્યો છે. જેને લઇને ભાજપના કાર્યકરોમાં ખુશીનો માહોલ છવાયો છે. જ્યારે ભાભરમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. જેમાં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના અબાસણા ગામના તાલુકા
પંચાયતના સદસ્ય હકીબેન
ઠાકોરને ભાજપે પ્રમુખ બનાવતા કોંગ્રેસ સાથે તેમને છેડો ફાડ્યો હતો. જેમને ધારાસભ્ય સામે વિકાસકામો તેમના સગાઓને આપી ભ્રષ્ટાચાર આચરવામાં આવતા હોવાનો આક્ષેપ કર્યો હતો. જોકે ગેનીબેનએ આ સદસ્ય ભાજપના સંપર્કમાં આવ્યા હોવાથી આમ કહી રહ્યા હોવાનું જણાવ્યું હતું. અઢી વર્ષ બાદ ચૂંટણીમાં કોંગ્રેસ સત્તા મેળવવામાં નિષ્ફળ નીવડી છે. તેના કારણે ભાજપે ચાર તાલુકા પંચાયતો કબજે કરીને ૧૦ તાલુકા પંચાયતો
ઉપર સત્તાનું સુકાન સંભાળ્યું છે. હવે કોંગ્રેસ આવનારા દિવસોમાં કાર્યકરોનો વિશ્વાસ સંપાદીત નહીં કરે તો કોંગ્રેસના કહેવાતા ગઢના કાંગરા ખરવાના નિશ્ચિત છે.
વડગામ ઃ વડગામ તાલુકા પંચાયતમાં પહેલાના અઢી વરસ માટે કોંગ્રેસ સત્તા પર હતી. પણ કોંગ્રેસે અવગણના કરતા તેમના સભ્યો નારાજ હતા. જેઓએ ભાજપને સમર્થન આપ્યું હતું. આ નારાજ સભ્યોને તાલુકા ભાજપ પ્રમુખ પ્રવિણસિંહ રાણા, વડગામ તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ ભગવાનસિંહ સોલંકી અને ભાજપ અગ્રણી ડી.વી. સોલંકીએ કોંગ્રેસના નારાજ સદસ્યોની માનસિકતા પારખી જઈ તેમને ભાજપને સમર્થન આપવા માટેના પ્રયાસો કર્યા હતા. જેમાં તેઓને અદભૂત
પૂર્વ સફળતા મળી હતી. અને એક અપક્ષ સહિત ત્રણ કાંેગ્રેસી સહિત મળીને કુલ ચાર સભ્યોને પ્રવિણ સિંહ રાણાએ સહેલગાહે મોકલ્યા હતા. તેઓને ચૂંટણીમાં દિવસે સીધા તા.પં.ના સભા ખંડમાં લાવવામાં આવ્યા હતા.જોકે કેટલાક અસામાજીક તત્વો આ સભ્યોને ખેંચાણ તાણ કરી તેઓને ઘાયલ કરે તેવી શંકાને લઈ પોલીસ પણ સતર્ક હતી. અને તા.પં.ની
આજુબાજુની તમામ દુકાનો બંધ કરાવી અને તા.પં.અધિકારીઓ સદસ્યો સિવાય કોઈ વધારાનું અંદર ના જાય અને આ સમગ્ર પરિસ્થિતિ પર કાબૂ મેળવવા સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જેને લઇ સહેલગાહે લઇ જવાયેલા સભ્યોને સભાખંડ સુધી પહોંચાડવામાં કોઈ મુશ્કેલી પડી ન હતી. અને આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રકીયા શાંતિપૂર્ણ માહોલમાં હાથ ધરવામાં આવી હતી. તેમાં ભાજપના ઉમેદવાર પરથીભાઈ ચૌધરીની પ્રમુખ તરીકે અને સવિતાબેન બેગડિયાની ઉપપ્રમુખ તરીકે ૧૩ વિરુદ્ધ ૧૫ મતો થી ચૂંટી કઢાયા હતા. અને વડગામ તાલુકા પંચાયતમાં આશરે ૨૫ વર્ષ પછી ભાજપે સત્તા મેળવી હતી.
થરાદ ઃ થરાદ તાલુકા પંચાયતમાં ભાજપના ર૦ સદસ્યો અને એક અપક્ષના ટેકા સહિત ર૧ સદસ્યોની બહુમતી સાથે વરણી કરવામાં આવી હતી. આ વખતે બિન અનામતની સીટ આવતા ભાજપના મેન્ડેન્ટ ઉપર દાંનાભાઈ માળીએ પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે ધીરજભાઈ હેમરાજભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી હતી, જેની સામે કોંગ્રેસના ટેકાથી અપક્ષના ઉમેદવાર દરઘાભાઈ પટેલે અને ઉપપ્રમુખ તરીકે કોંગ્રેસના રામાબેન જેતાભાઈ રાઠોડે ઉમેદવારી નોંધાવી હતી.
પરંતુ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારને હાજર રહેલા ૩૦ માંથી ૯ ડેલીગેટોએ હાથ ઉંચો કરી ટેકો આપ્યો હતો. અને ભાજપના ઉમેદવારોને ર૧ ડેલીગેટોએ ટેકો આપતા ચૂંટણી આપતા ચૂંટણી અધિકારીએ ભાજપના ઉમેદવારને બહુમતીથી પ્રમુખ અને ઉપપ્રમુખને વિજેતા જાહેર કર્યા હતા.
તેર તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ
(૧) સુઈગામ ઃ ભાજપ પ્રમુખ ઃ મેવાભાઈ કલાલ
ઉપપ્રમુખ ઃ સતીબેન ચૌધરી
(ર) ધાનેરા ઃ ભાજપ પ્રમુખ ઃ સોનાભાઈ પટેલ
ઉપપ્રમુખ ઃ કુસુમબેન ઠાકોર
(૩) વાવ ઃ ભાજપ પ્રમુખ ઃ ધુળીબેન રાજપૂત
ઉપપ્રમુખ ઃ ગોમતીબેન ઠાકોર
(૪) થરાદ ઃ ભાજપ પ્રમુખ ઃ દાંનાભાઈ માળી
ઉપપ્રમુખ ઃ ધીરજ પટેલ
(પ) ડીસા ઃ ભાજપ પ્રમુખ ઃ વિજાબેન બોકરવાડિયા ઉપપ્રમુખ ઃ રાધાબા સોલંકી
(૬) અમીરગઢ ઃ ભાજપ પ્રમુખ ઃ પાયલબેન મોદી
ઉપપ્રમુખ ઃ મનહરબા ચૌહાણ
(૭) દિયોદર ઃ ભાજપ પ્રમુખ ઃ ઉત્તમસિંહ વાઘેલા
ઉપપ્રમુખ ઃ અમરબેન ચૌહાણ
(૮) વડગામ ઃ ભાજપ પ્રમુખ ઃ પરથીભાઈ ચૌધરી
ઉપપ્રમુખ ઃ સવિતાબેન બેગડીયા
(૯) ભાભર ઃ ભાજપ પ્રમુખ ઃ હકીબેન ઠાકોર
ઉપપ્રમુખ ઃ ગેમરજી ઠાકોર
(૧૦) દાંતીવાડા ઃ ભાજપ પ્રમુખ ઃ ભૂરીબેન મકવાણા ઉપપ્રમુખ ઃ રમેશભાઈ ઘાડીયા
(૧૧) દાંતા ઃ કોંગ્રેસ પ્રમુખ ઃ  જ્યોત્સનાબેન તરાલ (કોંગ્રેસ) ઉપપ્રમુખ ઃ નેહલબેન ઠાકોર (ભાજપ)
(૧ર) કાંકરેજ ઃ કોંગ્રેસ પ્રમુખ ઃ  કિષ્ના ઠાકોર
ઉપપ્રમુખ ઃ રામસિંહ રબારી
(૧૩) પાલનપુર ઃ કોંગ્રેસ પ્રમુખ ઃ સંગીતાબેન ડાકા ઉપપ્રમુખ ઃ જવાનજી ઠાકોર
(૧૪) લાખણી ઃ હાઈકોર્ટ મેટર હોઈ ચૂંટણી મોફૂક

દિયોદર-દાંતામાં ટાઈ પડી
દિયોદરમાં ભાજપ અને દાંતામાં કોંગ્રેસના પ્રમુખ ચૂંટાયા
દિયોદરમાં ભાજપ-કોંગ્રેસ ૧૧-૧૧ સભ્યો છે. જેમાં ચીઠ્ઠી ઉછાળવામાં આવતા પ્રમુખ તરીકે ભાજપના ઉત્તમસિંહ વાઘેલા જ્યારે ઉપપ્રમુખ તરીકે ભાજપના અમરબેન ચૌહાણ વિજેતા જાહેર થયા હતા. આમ ચીઠ્ઠી ઉછાળતા દિયોદર તાલુકા પંચાયત ભાજપના નશીબ ખૂલી ગયા હતા. જ્યારે દાંતા તાલુકા પંચાયતમાં કુલ ર૬ બેઠકમાંથી કોંગ્રેસ અને ભાજપને ૧૩-૧૩ મત મળતા ટાઈ પડી હતી. જેથી ચીઠ્ઠી ઉછાળવામાં આવતા પ્રમુખ તરીકે કોંગ્રેસના જાેશનાબેન તરાલ અને ઉપપ્રમુખ તરીકે ભાજપના નેહલબેન ઠાકોર ચૂંટાયા હતા.

Download Our B K News Today App



Related News