ગાંધીનગરના સરગાસણ શાંતિ વિલા બંગલામાંથી ભાજપના મહિલા કાર્યકર્તા સહિત છ જુગારીયા પકડાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-08 11:08:11
  • Views : 473
  • Modified Date : 2020-08-08 11:08:11

ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે સરગાસણમાંથી ભાજપની મહિલા કાર્યકર્તા સહિત ૬ લોકોને જુગાર રમતા રંગેહાથ ઝડપી લીધા હતા. સરગાસણ વિસ્તારમાં આવેલી શાંતિ વિલા સોસાયટીમાં ૧૩ નંબરના બંગલામાં જુગાર રમાતો હોવાની બાતમી ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, ત્યારે જુગારીઓ મન મૂકીને જુગાર રમી રહ્યા છે. પોલીસની સતત વોચ વચ્ચે પણ જુગાર રમવાનું છોડતા નથી. જેને લઇને ગુરુવારે મોડી રાતના સમયે પોલીસે ટીમ સાથે રેડ કરી હતી. જેમાં ૬ જુગારીયા જુગાર રમતા રંગેહાથ ઝડપાયા હતા. આ જુગાર ગાંધીનગર ભાજપની મહિલા કાર્યકર્તા હિના પટેલના સરગાસણ સ્થિત ૧૩ નંબરના બંગલામાં રમાતો હતો. એલસીબીની ટીમ દ્વારા જુગાર રમતા મહિલા કાર્યકર્તા હિના પટેલ, જગદીશ રણછોડ પટેલ, જીગ્નેશ નરહરિપ્રસાદ ભટ્ટ, અંકિત બબાભાઈ પટેલ, કુણાલ પરેશ પટેલ અને સરફરાજ ઇસ્માઇલ ફકીરને ઝડપી લીધા હતા. રેડ દરમિયાન રોકડ ૫૧૯૦૦, ૪ મોબાઇલ કિંમત ૧૨૫૦૦,  ૪ લાખ રૂપિયાની એક કાર સહિત રૂ. ૪.૬૭ લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે તમામ આરોપીઓને મોડી રાત્રે અડાલજ પોલીસ સ્ટેશન સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News