કલેક્ટર કચેરીમાં જ આપના નેતાને ભાજપના ઉમેદવારે ધોઇ નાંખ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-10 11:52:50
  • Views : 347
  • Modified Date : 2021-04-10 11:52:50

 ગાંધીનગર કલેક્ટર કચેરીમાં જ ભાજપના વોર્ડ ૩ના ઉમેદવારે આપના વોર્ડ પ્રમુખને માર મારવાનો બનાવ સામે આવ્યો છે.
મહાપાલિકાના વોર્ડ ૩ના ઉમેદવાર ભરત જાેશીએ કલેક્ટરને અરજી આપતા કહ્યુ છેકે, હુ અને મારા વોર્ડ પ્રમુખ સંજય ડોડીયા  શુક્રવારે સવારે સાડા દસ વાગ્યાના અરસામાં ઉમેદવારી ક્રમાંક બાબતે તપાસ કરવામા આવ્યા હતા. તે સમયે ત્યાં ભાજપના વોર્ડ ૩ના ઉમેદવાર ભરત ગોહિલ અને અન્ય એક વ્યક્તિ સાથે આવ્યો હતો. તે દરમિયાન મને રોકીને કહ્યુ હતુ કે, કાલે મારા વોર્ડમાં પ્રચાર કરવા કેમ આવ્યો હતો. તેમ કહી ગાળા ગાળી કરી હતી, પરંતુ આપના નેતાઓએ આ બાબતને ધ્યાનમાં લીધુ ન હતુ અને કલેક્ટરને કચેરીમાં ગયા હતા. તે સમયે ફરીથી ગાળાગાળી કરી હતી અને ઉશ્કેરાઇને મારામારી કરવા લાગ્યા હતા. ત્યારબાદ ભરત ગોહિલે ધમકી આપી હતી કે, હવે જાે મારા વિસ્તારમાં પ્રચાર કરવા આવીશ તો જાનથી મારી નાખીશ. આ બનાવને લઇને કલેક્ટર કચેરીમાં આપના નેતાઓ ઉમટી પડ્યા હતા. બીજી તરફ સેક્ટર ૭
પોલીસ મથકમાં ભાજપના નેતાઓ સામે ફરિયાદ દાખલ કરવા પહોંચ્યા હતા. આ લખાઇ રહ્યુ છે ત્યાં સુધી ફરિયાદ દાખલ થઇ નથી.

Download Our B K News Today App



Related News