ડીસા નગરપાલિકાના ૧૦ ભાજપના સભ્યોએ આપ્યું આવેદનપત્ર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-17 11:30:08
  • Views : 670
  • Modified Date : 2020-06-17 11:30:08

ડીસામાં હવાઈ પિલર પર બનેલો બગીચો હમેશા વિવાદ રહ્યો છે. આજે ખુદ ભાજપના ૧૦ સભ્યો ભાજપના સભ્યો સામે બાયો ચડાવી છે. બગીચાને ખુલ્લો મુકવા આવેદનપત્ર આપ્યું છે. જો ત્રણ દિવસમાં બગીચાનું નિરાકરણ નહિ આવે તો ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે.
ડીસા નગરપાલિકા ભાજપ શાસિત નગરપાલિકા છે. ભાજપ શાસિત નગર
પાલિકાના પૂર્વ પ્રમુખ પ્રવિણભાઈ માળીએ હવાઈ પિલર મેદાન ખાતે સરકારી જમીન પર અઢી કરોડના ખર્ચે ડીસા શહેરના લોકો માટે નાનાજી દેશમુખ બગીચો બનાવવામાં આવ્યો હતો.
પરંતુ સરકારી જમીન પર બનાવતા ભાજપના સભ્યો વિરોધ નોંધાવ્યો હતો. જેમાં જિલ્લા કલેકટરે બગીચા પર સ્ટે મુકવામાં આવ્યો હતો. જેમાં ૩ વર્ષ સુધી નાનાજી દેશમુખ બગીચો બંધ રહ્યો. બગીચો બંધ રહેતા ઝાડના છોડ બળી જવાના આરે છે. તેમજ બગીચામાં કરેલ ખર્ચનું નુકશાન થઈ રહ્યું છે. તેના ભાગ રૂપે થોડા દિવસ અગાઉ ડીસા નગરપાલિકાનું જનરલ બોડ યોજાયું હતું. જેમાં બગીચાને ખુલ્લો મુકવા તેમજ બગીચાનું દેખરેખ કરવા બગીચામાં વૃક્ષોને
પાણી પીવડાવું તેવું જનરલ બોર્ડમાં તમામ ભાજપના સભ્યોએ સહમતી આપી હતી. પરંતુ કોઈ દેખરેખ કે કોઈ મુલાકાત ન લેતા ભાજપ શાસિત નગરપાલિકાના ભાજપના ૧૦ સભ્યો ભાજપના સભ્યો સામે બાયો ચડાવી છે. ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જો ત્રણ દિવસમાં બગીચાનું નિરાકરણ નહિ આવે તો ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી.


Download Our B K News Today App



Related News