સ્વામિ વિવેકાનંદ જન્મ જયંતિ ઉજવણીમાં ભાજપના યુવા નેતાઓ ભાન ભૂલ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-13 11:58:55
  • Views : 300
  • Modified Date : 2021-01-13 11:58:55

સ્વામિ વિવેકાનંદ જન્મ જયંતિની ભાજપ યુવા મોરચા દ્વારા રેલી યોજીને ઉજવણી કરી હતી. સ્વામિ વિવેકાનંદ યુવાનોના આદર્શ છે, પરંતુ જેમની જન્મ જયંતિની ઉજવણી કરવા નિકળ્યા હતા. અને યુવાનોએ વિવેકાનંદજીના આદર્શોને નેવે મુક્યા હતા. માણસા શહેરમાં બાઇક રેલી યોજવામાં આવી હતી. જેમાં ભાજપના યુવા નેતાઓ મોઢે માસ્ક વિના જાેવા મળ્યા હતા.
રાજ્ય સરકાર કોરોના વાઇરસને નાથવા માટે રોજ નવા નવા નિયમો બનાવી રહી છે. ગત વર્ષના તમામ તહેવારો કોરોના વાયરસના કારણે બંધ રાખવામાં આવ્યા હતા. સરકાર દ્વારા ઉત્તરાયણમાં પણ ગાઇડ લાઇન નક્કી કરાઇ છે. પરંતુ સરકારની તમામ ગાઇડ લાઇન માત્ર સામાન્ય નાગરિકો માટે હોય તેવુ ચિત્ર ઉપસી રહ્યું છે. રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મંગળવારે સ્વામિ વિવેકાનંદજીની જન્મ જયંતિ નિમિત્તે બાઇક રેલીનું આયોજન કર્યું હતું.
માણસા શહેરમાં યુવા ભાજપના નેતાઓ દ્વારા બાઇક રેલી યોજવામાં આવી હતી. ભાજપ પ્રદેશ પ્રમુખ અનેકવાર નિયમો પાળવા માટે કહી રહ્યા છે. પરંતુ શેઠની શિખામણ ઝાંપા સુધી તેમ યુવા નેતાઓ દ્વારા નિયમો નેવે મુકવામાં આવ્યા છે. માણસા શહેરમાં યુવા નેતાઓ દ્વારા બાઇક રેલી મર્યાદીત સંખ્યામાં યોજવામાં આવી હતી. પરંતુ મોટાભાગના યુવાનો માસ્ક વિના બાઇક ઉપર જાેવા મળ્યા હતા. ત્યારે સામાન્ય લોકો કહી રહ્યા છે કે, ન્યાય નીતિ સહ ગરીબને મોટાને બધુ માફ. સરકાર આ માસ્ક વિનાના નેતાઓ પાસેથી એક હજાર રૂપિયા દંડ વસુલ કરશે કે
પોતાના સમજીને જવા દેશે ?

Download Our B K News Today App



Related News