ભૈરવનાથ પાર્ટી પ્લોટમાં ભાજપમાં ભડકો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-01 11:22:32
  • Views : 371
  • Modified Date : 2021-04-01 11:22:32

મંગળવારની મોડી રાત્રે ભાજપ દ્વારા ઉમેદવારોનું લીસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આ વખતે મહાનગર પાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું છે. જ્યાં ભાજપ દ્વારા એક પણ ઉમેદવાર રીપીટ કરવામાં આવ્યો નથી. ત્યારે પૂર્વ કાઉન્સિલરો અંદરો અંદર બળાપો કાઢી રહ્યા છે. અને જે વર્ષોથી ભાજપ સાથે સંકળાયીને કામ કરી રહ્યા છે તેમને ટિકિટ આપવામાં આવી નથી તેવા લોકો બીજા દિવસે પાર્ટી પ્લોટ આવી સંગઠન સાથે ઘર્ષણમાં ઉતરી ગયા હતા.
વોર્ડ નંબર ૯ માંથી વિષ્ણુ ઠાકોરએ ટિકિટ માંગી હતી પરંતુ તેમને ટિકિટ ન મળતાં બીજા દિવસે ભૈરવ નાથ પાર્ટી પ્લોટમાં આવી સંગઠન સાથે ઘર્ષણ થયું હતું અને અપક્ષ ઉમેદવારી કરવાની ત્યાં જાહેરમાં જાહેરાત કરી દીધી હતી. વિષ્ણુ ઠાકોરનું કહેવું હતું કે પાર્ટીમાં છેલ્લા ૧૫ વર્ષથી કામ કરવા છતાં પણ ટિકિટમાં નજર અંદાજ કરાતા હવે પાર્ટી સાથે રહીને કામ કરવામાં કોઈ મતલબ નથી આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે કુડાસણના પૂર્વ સરપંચ કાળુસિંહ પ્રતાપજી ઠાકોરે પણ ટિકિટ માંગી હતી. અમારા વોર્ડ નંબર ૯માં માત્ર અમે બે ઠાકોરોએ ટિકિટ માંગી હતી. પરંતુ પાર્ટી અમારી મહેનતની અવગણના કરી હતી.

વોર્ડ નં ૯ના ઉમેદવારને જ અમે પહેલી વાર પાર્ટીમાં જાેયો ઃ ભાજપ કાર્યકર્તા
વોર્ડ નંબર ૯માં ઉમેદવાર સંકેત પંચાસરા અમે પહેલી વાર જાેયો છે તેવું પાર્ટીના જ કાર્યકર્તાઓ કહી રહ્યા હતા. અગાઉ આ ઉમેદવારને અમે પાર્ટીના કાર્યકમમાં પણ જાેયો નથી તેવું ભાજપના ઉમેદવારો અંદરો અંદર ગણ ગણી રહ્યાં હતાં.

સવાર પડતા જ આગ બબુલા થયેલા
કાર્યકર્તાઓએ સંગઠનને આડે હાથ લીધું
ઉમેદવારની જાહેરાત બાદ બીજા દિવસે પાર્ટી પ્લોટમાં બબાલ થવા પામી હતી. પાર્ટીએ મોડી રાત્રે લિસ્ટ જાહેર કરતાં સમગ્ર રાત્રી દરમિયાન પોતાના અંદર ભરાયેલો ગુસ્સો સવાર પડતાં જ પાર્ટી પ્લોટમાં બેઠેલા સંગઠનના હોદ્દેદારો ઉપર ઉતર્યો હતો. કાર્યકર્તાઓને મનાવવા માટે સંગઠનને એડીચોટીનું જાેર લગાવ્યું હતું પરંતુ કાર્યકર્તાઓ ટસના મસ થયા ન હતા અને અપક્ષ ઉમેદવારી કરવાનું રણશીંગુ ફૂંકી દીધું હતું.

સેકટર ૩માં મારે બુથ કઈ રીતે ગોઠવવા ઃ વોર્ડ પ્રમુખ
સેકટર ૩માં કુલ ૧૨,૦૦૦ જેટલા મત છે. જતા પણ આ સેક્ટરમાંથી ટિકિટ અપાઈ નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર વોર્ડ પ્રમુખ કમલેશ બેન્કરે પણ નિવેદન આપ્યું હતું કે મારા સેક્ટરમાં ટિકિટ ન મળતા હવે મારે બુથ કઈ રીતે ગોઠવવું. વોર્ડ પ્રમુખ પોતે પણ પાર્ટીના ર્નિણયથી નારાજ છે. ત્યારે સેક્ટર ૩ ના કાર્યકર્તાઓ પણ ભૈરવનાથ પાર્ટીપ્લોટમાં પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

નારાજ કાર્યકર્તાઓને ગણતરીની મિનિટોમાં કોંગ્રેસમાંથી ઓફર આવી
ભાજપે યાદી જાહેર કરી દીધી છે પરંતુ કોંગ્રેસ ભાજપના નારાજ થયેલા કાર્યકર્તાઓની રાહ જાેઈને બેઠું રહ્યું હતું. નારાજ થયેલા કાર્યકર્તાઓને ગણતરીની મિનિટોમાં કોંગ્રેસમાંથી ચૂંટણી લડવાની ઓફર આવી ગઈ હતી.
કોંગ્રેસ-ભાજપના નારાજ કાર્યકર્તાઓની રાહ જાેઈને બેઠી છે ત્યારે આપ પાર્ટી ભાજપ અને કોંગ્રેસ બંનેના નારાજ થયેલા કાર્યકર્તાઓની રાહ જાેઈને બેઠી છે.

Download Our B K News Today App



Related News