માવજીભાઈ પટેલનો ઈશારો ભાજપ તરફ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-06 07:16:07
  • Views : 796
  • Modified Date : 2019-04-06 07:16:07

 બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણી આવતાં કોંગ્રેસ ભાજપ બંને પક્ષોનો ખરાખરી જંગ જામ્યો છે. જ્યારે થરા-વાવના પૂર્વ ધારાસભ્ય અને ર૦ મુદ્દા કેબીનેટ અધ્યક્ષ અને બનાસકાંઠા ચૌધરી મારવાડી સમાજના પ્રમુખ માવજીભાઈ પટેલને
બંને પાર્ટી પોતાના પક્ષમાં ખેચવા એડીચોટીનું જાર લગાવી રહ્યાં છે. જ્યારે ર૦૧૭ વિધાનસભામાં માવજીભાઈ પટેલને કોંગ્રેસ પાર્ટીએ સસ્પેન્ડ કરી ભુલ કરી છે. જ્યારે માવજીભાઈ પટેલ ટૂંક સમયમાં ભાજપનો ખેસ પહેરે તેવું લોકચર્ચામાં જાણવા મળ્યું છે.  માવજીભાઈને વિધાનસભામાં ચાલીસ હજારથી વધુ મત મળ્યાં હતાં. માવજીભાઈને મનાવવા માટે પ્રદેશના નેતાઓ પણ મેદાનમાં ઉતર્યા છે. જ્યારે ભાજપ પાર્ટી જાર લગાવે તેવું દેખાઈ રહ્યું છે. જ્યારે વધુમાં જાણવા મળ્યું હતું કે માવજીભાઈ સાથે પરબતભાઈ પટેલ અને શંકરભાઈ ચૌધરી એ પણ મીટિંગ રાખી ચર્ચા કરી હતી. તેમજ માવજીભાઈ કઈ પાર્ટીમાં જાડાશે તે આવતા દિવસોમાં નક્કી થઈ જશે પરંતુ માવજીભાઈનો ઈશારો ભાજપા તરફ જાવા મળ્યો હતો.

Download Our B K News Today App



Related News