ભાજપમાંથી ‘આપ’ માં, ‘આપ’માંથી ભાજપમાં, છેવટે ભાજપ પણ છોડયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-05 11:35:49
  • Views : 558
  • Modified Date : 2021-02-05 11:35:49

કોઈ વિદ્વાને કહ્યું છે કે જેમાં કોઈ કારણ ન હોય એનું નામ રાજ કારણ. આવા રાજકારણમાં કોણ કોને અને શા માટે સાથ આપે કે છોડે એ માત્ર એ વ્યક્તિને જ ખબર હોય. પરંતુ છેલ્લા ત્રણ દિવસથી
પાલનપુરમાં બનેલી એક
રાજકીય ઉથલ પાથલે બધી ચર્ચાઓને પાછળ પાડી દીધી છે.  
આ બાબતે વિગતો જાેઈએ તો પાલનપુર પાટોસણ શક્તિ કેન્દ્રના પ્રમુખ અને ઠાકોર સમાજના અગ્રણી પ્રતાપજી
ઠાકોર ભાજપ શક્તિ કેન્દ્રના અધ્યક્ષ તરીકે રાજીનામુ આપી આમ આદમી પાર્ટીમાં જાેડાયા હતા. આમ આદમી પાર્ટીએ
ઠાકોર સમાજના યુવાન, અગ્રણી અને લોક ચાહના અને જીવંત લોક સંપર્ક ધરાવનાર પ્રતાપજીને જિલ્લાના મહામંત્રી તરીકે જવાબદારી પણ આપી હતી.બીજા દિવસે આજ
પ્રતાપજી ભાજપમાં જાેડાયા હતા. તેમને પુનઃભાજપમાં આવકારતાં તાલુકા ભાજપ પ્રમુખ મોતીભાઈ પટેલે બચાવ કરતાં કહ્યું કે આમ આદમી
પાર્ટીના પ્રમુખ એમને  કાર્યક્રમમાં લઈ ગયા અને ખેસ પહેરાવ્યો હતો. જ્યારે પ્રતાપજી ઠાકોરે ભ્રષ્ટાચાર વિરુદ્ધ આમ આદમી પાર્ટીમાં જાેડાયાનું મીડિયામાં નિવેદન કર્યું હતું. છતાં ભાજપમાં બીજા જ દિવસે પ્રતાપજી પરત ફર્યા હતા.
આ વાતને હજુ ચોવીસ કલાક થયા નથી ત્યાં અમને મળેલ માહિતી મુજબ પ્રતાપજીએ ભાજપના સામાન્ય સભ્યપદ સાથે ભાજપના શક્તિ કેન્દ્રના પ્રમુખ તરીકે પણ રાજીનામુ આપ્યું છે.આમ ત્રણ દિવસમાં ભાજપથી આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં આવી ત્રીજા દિવસે ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. જેને શહેરમાં ભારે ચર્ચા જગાવી છે.

Download Our B K News Today App



Related News