ડીસામાં ભાજપનું કાર્યાલય ખુલ્લુ મુકાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-07 07:11:42
  • Views : 496
  • Modified Date : 2019-04-07 07:11:42

ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી છે અને આ પાર્ટીનું નિર્માણ આજના દિવસે એટલે કે ૬ એપ્રિલ ૧૯૮૦ના કરવામાં આવ્યું હતું. ત્યારથી લઈને આજ સુધી એટલે કે ૩૯ વર્ષના ગાળામાં આ પાર્ટી દેશભરમાં ફેલાઈ ગઈ અને તેના મૂલ્યોને પગલે દેશના નાગરીકો પણ ખૂબ જ વિશાળ સંખ્યામાં જોડાવવા માંડયા.  ત્યારે  ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ પ્રસંગે ડીસા ખાતે શહેર ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી અને સાથે સાથે લોકસભા ૨૦૧૯ની ચૂંટણી માટે બનાસકાંઠા બેઠકનું ચૂંટણી કાર્યાલય પણ ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. ડીસા શહેરના જલારામ મંદિર નજીક રીજમેન્ટ રોડ પર શરૂ થયેલા ચૂંટણી કાર્યાલય ખાતે વિશાળ સંખ્યામાં પાર્ટીના કાર્યકરો જોડાયા હતા. આ પ્રસંગે  ડીસાના ધારાસભ્ય શશિકાંતભાઈ પંડયા, ગુજરાત બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ દિનેશભાઇ અનાવડીયા, ડીસા શહેર ભાજપ પ્રમુખ સંજયભાઈ બ્રહ્મભટ્ટ, ડીસા તાલુકા ભાજપ પ્રમુખ લેબજીભાઇ ઠાકોર સહિત વિશાળ કાર્યકરો જોડાયા હતા.


 

Download Our B K News Today App



Related News