લાખણી તાલુકામાં ભાજપના ઉમેદવારનો પ્રચાર પૂરજોશમાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-13 07:21:27
  • Views : 475
  • Modified Date : 2019-04-13 07:21:27

બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણી જામી છે બન્ને પક્ષ દ્વારા ચૌધરી ઉમેદવાર મુકવામાં આવ્યા છે જેના કારણે ઇતર સમાજ ને ખાસ કંઈ રસ દેખાતો નથી પણ જયારે ઠાકોર સમાજ વતી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ત્યારે જિલ્લામાં ચૂંટણી જામી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આવી
પરિસ્થિતિમાં ભાજપના ઉમેદવાર તરીકે લોકપ્રિય નેતા પરબતભાઇ પટેલ છે અને ભાજપના ઉમેદવારનો આખા જિલ્લામાં પ્રચાર પ્રસાર
પુરજોશમાં કરવામાં આવી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ આખા ચૂંટણી પ્રચારને સંભાળી લીધો છે. હોદેદારો અને કાર્યકર્તાઓ સ્વેચ્છાએ ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. ત્યારે લાખણી તાલુકામાં ભાજપના ઉમેદવાર પરબતભાઇ પટેલનો પ્રચાર ધૂમ મચાવી રહ્યો છે. ઘણાં બધા ગામોમાં ઉમેદવાર પોતે પ્રચારમાં જોડાઈ રહ્યા છે તો લાખણી તાલુકા ભાજપના આગેવાનો ગામે ગામ ફરીને ભાજપનો પ્રચાર કરી રહ્યા છે. આયોજનબદ્ધ કામના કારણે તાલુકામાં ભાજપનો માહોલ સર્જાયો છે. તાલુકાની જનતા પણ ભાજપનો પ્રચાર કરવા જતા આગેવાનોને ઉમળકાભેર આવકારે છે. ભાજપના ઉમેદવાર પરબતભાઇ પટેલને નાના અને મોટાથી લઈને સામાન્ય પ્રજા પણ ખુબ સારી રીતે ઓળખતી હોવાથી પ્રજા ભાજપ તરફી માહોલ હોવાનું બોલી રહી છે. જયારે સામા પક્ષે કોંગ્રેસના ઉમેદવારને સામાન્ય પ્રજા ન ઓળખતી હોવાની વાતો ચર્ચાઈ રહી છે અને ભાજપના આગેવાનોમાં જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તે ઉત્સાહ સ્થાનિક કોંગ્રેસના આગેવાનામાં જોવા નથી મળી રહ્યો. ચૂંટણીનો જે માહોલ ભાજપના ઉમેદવારનો છે એવો કોંગ્રેસના ઉમેદવારનો નથી. જેના કારણે ભાજપના ઉમેદવારને લાખણી તાલુકામાંથી મોટી લીડ મળે તેના માટે સ્થાનિક ભાજપના આગેવાનો ભારે મહેનત કરી રહ્યા છે.


Download Our B K News Today App



Related News